________________
:: પ્રતિક્રમણ વિશે ધ્યાન યોગ્ય બાબતો ::
બોલાવવાના હોય છે ત્યાં ‘ઈરિયા વહી’ના પાઠ પછી તસ્સ ઉત્તરીનો પાઠ આવે છે. (૨) પણ સામાયિકના કાઉસગ્ગમાં ‘ઈરિયા વહી’ પછી નવકાર મંત્ર બોલાવામાં આવે છે. કાઉસ્સગ્ગ પાળવા માટે. (૩) પ્રતિક્રમણમાં માંગલિક અને ‘ઈચ્છામિ ઠામિ પડિક્કમિઠું' ના પાઠ પછી આપણે ‘ઈરિયા વહીનો પાઠ બોલાવીએ છીએ અને પછી પહેલું શ્રમણ સૂત્ર. (૪) ‘નિદ્રાવિધિ’માં કાઉસ્સગ્ગમાં ‘ઈરિયાવહી' પછી પહેલું શ્રમણ સૂત્ર અને પછી ૪ લોગસ્સ બોલાવવાના હોય છે. (G) ‘નાણું સંપન્ના, દંસણ સંપન્ના, ચારિત્ર સંપન્ના' આ શબ્દો બે સ્થળે આવે છે. (૧) ત્રીજા ખામણામાં : શરીરના ૧૦ ઉચ્ચ ગુણોમાં આ શબ્દો પછી ‘લજ્જા સંપન્ના, લાઘવ સંપન્ના' એમ શબ્દો આવે છે. (૨) પાંચમા ખામણામાંઃ આ શબ્દો પછી, ‘વેદની અહિયાસે, મરણ અહિયાસે' આ શબ્દો આવે છે.
(H) ત્રીજા શ્રમણ સૂત્રમાં અપ્પડિલેહણાએ દુપ્પડિલેહણાએ પછી ‘અપ્પમજણાએ...દુપ્પમજ્જણાએ' શબ્દો આવે છે. ૧૧મા વ્રતમાં ‘અપ્પડિલેહિય દુપ્પડિલેહિય’ પછી‘ સેજ્જા સંથારએ..’ શબ્દો આવે છે. ૬ઠ્ઠા વ્રતમાં ‘પાંચે આશ્રવ સેવવાના પચ્ચખ્ખાણ' શબ્દો પછી ‘જાવજીવાએ ...’ શબ્દો આવે છે, જ્યારે ૧૦મા વ્રતમાં ‘જાવઅહોરાં..’ શબ્દો આવે છે.
(1)
યોગ્ય
નિર્ણય
કરો
આપણું મન ચક્રાવે ચઢે કે અસમંજસમાં ગૂંચવાય એ કોઈ નવી વાત નથી. જીવનમાં પણ એવી ઘણી પરિસ્થિતિઓ આવે છે. દા.ત. આપણે કોઈ નવા રસ્તે જતા હોઈએ અને એવે ત્રિભેટે આવી જઈએ કે જ્યાંથી અનેક ફાંટાઓ પડતા હોય છે અને આપણે નક્કી નથી કરી શકતા કે ડાબે જવું કે જમણે ? ? એવી જ રીતે કોઈ ગુસ્સામાં આપણને અપશબ્દો કઈ દે તો આપણી પાસે
( ૨૩ )