________________
Aિ ,અરહંત દયાળ (003
,
તેથી રાગાદિ વાસનાઓને નાશ થશે. તેથી ચારિત્ર્યનું નિર્માણ થશે.
આ રીતનું ચારિત્ર્ય-નિમણુ એ જ માનવજીવનનું એકમેવ કર્તવ્ય છે. ચારિત્ર્ય-નિર્માણ થયું એટલે પિતાનું કામ પૂરું થયું.
પરંતુ હવે અહીંથી જ પારકાનું હિત કરવાનું કાર્ય આરંભાય છે. ઉપરોક્ત રીતે ચારિત્ર્ય-નિર્માણ કરતા ભાગ્યવાન આત્માને “બાઈ પ્રોડકટ રૂપે નિર્મળ પુણ્યકર્મને વિપુલ બંધ થાય છે. નિર્માણની શુદ્ધિ કરતા આત્માને પુણ્યની આદરણીય પુષ્ટિ પ્રાપ્ત થઈ જાય છે. ખેતરમાં અનાજ પામતા ખેડૂતને સાથેસાથ પ્રાપ્ત થતાં ઘાસની જેમ
આમ શાસ્ત્રજ્ઞા પાલનથી વાસના-વિગમ, તેથી ચારિત્ર્ય-નિમતા. અને તેથી પુણ્યને સંગ્રહ થતાં બીજી ચેકડી પૂર્ણ થાય છે. આ
હવે ખૂબ મહત્ત્વની પરાર્થલક્ષી ત્રીજી ચેકડી શરૂ થાય છે.
પુણ્યનો સંગ્રહ એ બહુ જમ્બર ઘટના છે. જે કામ લાખે માન, ક્રોડ માનવ-કલાકના પુરુષાર્થથી નથી થઈ શકતું તે કામ પુણ્યના સંગ્રહવાળા એક જ આત્માના અસ્તિત્વમાત્રથી થઈ જતું હેય છે. તેની આસપાસના વર્તુળમાં એ પુણ્યસંપત્તિ અણુકલપ્યા ચમત્કાર સજી નાંખે છે. શાસ્ત્રોમાં એવા એક પુણ્યવાનની વાત આવે છે, જેને જન્મ થતાં જ બારવણી નિશ્ચિત દુકાળ નાશ પામ્યું હતું અને તે જ સમયે બારે ખાંગે મેઘ મન મૂકીને વરસ્ય હતે.
ચારિત્ર્ય-નિમાંતા કરનારા આત્માની “બા—પ્રોડકટ રૂપે પ્રાપ્ત થઈ જતી પુણ્યસંપત્તિ પરાર્થલક્ષી બને છે.
સામાન્યતઃ એમ કહી શકાય કે સ્વના હિતના કાર્યમાં પાપશુદ્ધિની વધુ જરૂરિયાત રહે છે તે પરના હિતને સાધવામાં તે આત્માને પુણ્યકર્મની વધુ દૃષ્ટિની જરૂરિયાત રહે છે.
S
Scanned by CamScanner