________________
:
૧, પુણ્યઃ અપરિહાર્ય શક્તિ
અંગે તે એક સાથે આપણા જીવનમાં અવિરતપણે ચાલી રહ્યા છે. સૌથી મોટો જંગ આંતરિક વાસનાઓને છે. અનાદિકાલીન વાસનાએના કાતિલ હુમલાઓ સામે આત્મા લગભગ મહાત-પરાજિત થઈ ચૂક્યા હોય તે આભાસ થયા કરે છે. આથી તે ત્રિલોકગુરુ પર માત્માએ કહ્યું છે ને કે, “જેણે આત્મા છત્યે તેણે બધું જીત્યું”.
સંતે એ પ્રબોધ્યું છે: “બીજા જંગે શા માટે ખેલે ? ખેલવા જે જંગ તે તારા ઘરનો જ છે. તારા ઘરમાં જ ખૂનખાર લડાઈ ચાલી પડી છે. ઘોર પરાજય તને સાંપડી રહ્યો છે. તારા ગુણેની કલેઆમ થઈ રહી છે. ઘાસની જેમ વઢાઈ રહ્યા છે; તારા ગુણે, તારી શક્તિઓ, તારું આંતરસૌન્દર્ય ... બધું ય.
માટે હે આત્મન ! અંદર જ યુદ્ધ કર. બહારના છમક્તાં જેવાં યુદ્ધોથી ફારેગ થા.”
સંતપુરુષની આ આર્ષવાણું વાસનાઓના જંગને સૌથી વધુ ભયંકર જણાવે છે.
આ જંગ પછી બીજે પણ એક જંગ છે, જે આદ્ય છે, જેની અવગણના કરવાનું આપણને પાલવે તેવું નથી.
એ જંગ છે; આપણું અસીમ ઉપકારી ધર્મશાસન-ધર્મસંસ્કૃતિ ઉપરનાં બાહ્ય આક્રમણ-સંબંધિત.
જે રીતે નવી પેઢી વિકૃતિઓના ઘોડાપૂરમાં હોંશભેર તણાઈ રહી છે, જે રીતે લેહીને સીંચેલા અને મડદાંના ખાતર ઉગાડાયેલા શીલ, સદાચાર, આતિથ્યના વડલાઓ જમાનાવાદની ભયાનક આંધીમાં મૂળિ
૩૩
અ,
Scanned by CamScanner