________________
| (A) અંહત દયાળ (મી ,
સકલ કર્મના ક્ષયથી મેલ ઉત્પન્ન થાય છે, અને સકલ કર્મને ક્ષય આત્મજ્ઞાનથી થાય છે. આત્મજ્ઞાન પરમાત્માના ધ્યાનથી પ્રગટે છે, તેથી પિતાના શુદ્ધ આત્મસ્વરૂપના લાભારૂપ મેક્ષ મેળવવા માટે પરમાત્માના ધ્યાનમાં લીન થવું જોઈએ, કેમ કે તે ધ્યાન જ આત્માને મોક્ષસુખનું અસાધારણ કારણ હેવાથી અત્યંત હિત કરે છે.
સ્વરૂપની અનુભૂતિ અરિહંતાદિ ચારનું શરણુ એ શુદ્ધ આત્મસ્વરૂપનું મરણ કરાવનાર હોવાથી અને તેના ધ્યાનમાં તલ્લીન કરનાર હોવાથી તરવતઃ શુદ્ધ આત્મસ્વરૂપનું જ શરણ છે, અને શુદ્ધ આત્મસ્વરૂપનું શરણ એ. જ પરમ સમાધિને અર્પનાર હોવાથી પરમ આદેય છે. તે માટેની યોગ્યતા દુકૃતગહ અને સુકૃતાનમેદનથી પ્રાપ્ત થાય છે, તેથી દુષ્કૃતગર્તા અને સુકૃતાનુદના પણ ઉપાદેય છે.
દુષ્કતગહ અને સુકૃતાનુમોદના સહિત અરિહંતાદિ ચારનું શરણ એ ભવ્યત્વ પરિપાકના ઉપાય તરીકે શાસ્ત્રમાં વર્ણવેલું છે, તે યુક્તિ અને અનુભવથી પણ ગમ્ય છે.
દુકૃતગહ અને સુકૃતાનુમોદન પરાર્થવૃત્તિ અને કૃતજ્ઞતાભાવને ઉત્તેજિત કરનાર હોવાથી અંતઃકરણની શુદ્ધતા કરે છે, એ યુક્તિ છે, અને અંતઃકરણમાં જ પરમાત્મ-સ્વરૂપનું પ્રતિબિંબ પડી શકે છે. એ સર્વ ગીપુરુષોને પણ અનુભવ છે.
સમુદ્ર કે સરોવર જ્યારે નિતરંગ બને છે ત્યારે જ તેમાં આકાશાદિનું પ્રતિબિંબ પડી શકે છે. તેની જેમ અંતઃકરણરૂપી સમુદ્ર કે સરોવર જ્યારે સંક૯પ-વિકલ્પરૂપી તરંગોથી રહિત બને છે ત્યારે જ તેમાં અરિહંતાદિ ચારનું અને શુદ્ધાત્માનું પ્રતિબિંબ પડે છે
૧૦
Scanned by CamScanner