________________
ચિત્ર : ૪૩ enોડમ હું મારી જાતને પુછવા લાગ્યો s૬ : હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? જ્યારે વારંવાર મેં આ સવાલ પૂછયા જ કરો ત્યારે કોઈ અતાગ ઊંડાણમાંથી અવાજ આવ્યો : હું.
હું એકલો છું. મારું કોઈ નથી. વારંવાર પs ધ્વનિ અથડાવા લાગ્યો. અને પ્રત્યેક વખતે મારી આસપાસ-ચારે બાજુ નીચેની ધરતીએ ઊભેલા બા, બાપુજી વગેરે સ્વજને; દુકાન, ઘરબાર, ગામ, નગર – સઘળુંય “મારુ નથી. મારે તેમની સાથે કોઈ સંબંધ નથી. તેમના વિષે રાગાદિભાવથી વિચારો કરવાનું મારે લેશ પણ પ્રોજન નથી – એ વાત મને વધુ ને વધુ સ્પષ્ટ થવા લાગી.
અને એમ થતાં થતાં છેલ્લે જાણે કે મારા મગજના દોઢ અબજ સેલ સાથે સંબંધ ધરાવતાં સ્વજનાદિ પ્રત્યેના રાગાદિભાવના સેંકડો તાર તડાતડ કરતાં તૂટી ગયા. મેં તેમની સાથેને સઘળો સંપર્ક છોડી દીધે.
મને મારા “ડ€” સ્વરૂપને સાક્ષાત્કાર થયો.
પણ આ એકલતા મને સાલવા લાગી. કદાચ મારા અનાદિકાળના અનેકતાના વિપરીત અભ્યાસના કારણે પણ તેમ થયું હોય. ન સમજી શકાય તેવી ચિત્તની વિષમ સ્થિતિને હું અનુભવવા લાગ્યો.
- ૧૦૩
Scanned by CamScanner