________________
કમળ હતું. હું તો તેને જોઈને જ સ્તબ્ધ થઈ ગયો. તરત જ હું તે કમળ તરફ તરીને પહોંચવા લાગ્યા. ત્યાં પહોંચીને તે કમળની પાંખડીઓની વચ્ચેથી અંદર પ્રવેશ કરીને કમળની કણિકામાં જઈને પદ્માસનની મુદ્રામાં ટટ્ટાર બેસી ગયો. મને એ સ્થિતિમાં અપૂર્વ આહુલાદ પેદા થવા લાગ્યો. ચિત્રઃ ૪૧ વિદ્યાદેવીને અભિષેક તથા સંદેશ
જરાક વાર થઈ ત્યાં તો એક અદ્દભુત આશ્ચર્ય થયું. તે કમળની સોળેય પાંખડીઓ ઉપર સોળ સ્ત્રીઓ દેખાવા લાગી. તેમણે નખશીશ સફેદ સાડી પહેરી હતી. તેમનું મુખ નિર્વિકારિતાના લાવણ્યથી લસલસતું હતું. એથી ય વિશેષ માતા જેવું વાત્સલ્ય તેમના અંગોમાંથી નીતરતું હતું. જાણે કે તે સોળે ય મારી માતાઓ ન હોય!
હું તેમની સામે જોવા લાગ્ય–ત્યારે તેમણે મને કહ્યું, પુણ્યાત્મા! તું ચિંતા ન કરીશ. અમે સોળ વિદ્યાદેવીઓ છીએ. તને એક સંદેશ આપવા માટે જ અમે આ કર્યું છે. અમારે તને એક જ વાત કરવી છે કે, “તું તારા સ્વરૂપમાં લીન થા.”
આટલું બોલીને તે વિદ્યાદેવીઓ અન્તર્ધાન થઈ ગઈ.
“તું તારા સ્વરૂપમાં લીન થા.” આ વાકયે મારા ચિત્તમાં પ્રચંડ કડાકો બોલાવ્યું. હું એકદમ સજાગ બની
૧૦
Scanned by CamScanner