________________
4 અંત ધ્યાન(0]
અરિહંતાદિ ચારનું શરણુગમન એ મુક્તિનું અનન્ય કારણ છે. મુક્તિ એ સ્વરૂપ-લાભરૂ૫ છે. સ્વરૂપને બેધ એ અરિહંતાદિ ચારના અવલંબનથી થાય છે. અરિહંતાદિ ચારનું અવલંબન સ્વરૂપના. બેધનું કારણ છે. આત્મામાં આત્માથી આત્માને જાણવાનું સાધન અરિહંતાદિ ચારનું શરણ-સ્મરણ છે. આ ચારનું સમરણ એ જ તત્ત્વથી આત્મસ્વરૂપનું સ્મરણ છે.
આત્માનું સ્વરૂપ નિશ્ચયથી પરમાત્મતુલ્ય છે, એ બધ જેને થયેલે છે, તેને પરમાત્મ-મરણ એ જ વાસ્તવિક શરણગમન છે.
આત્મતત્વનું સ્મરણ વિશુદ્ધ અંતઃકરણમાં થાય છે. અંતઃકરણની વિશુદ્ધિ દુષ્કૃત ગહ અને સુકૃતાનમેદનથી થાય છે. દુષ્કત પરપીડારૂપ છે. તેની તાવિક ગહ ત્યારે થાય છે કે જ્યારે પરપીડાથી ઉપાર્જન કરેલા પાપકર્મને પરોપકાર વડે દૂર કરવાને વિલાસ જાગે છે.
પરાર્થકરણને વિલાસ એ જ પરપીડાકૃત પાપીની સાચી ગહીના પરિણામસ્વરૂપ છે. દુકૃતગહમાં પરાર્થકરણની વૃત્તિ છુપાયેલી છે. સુકૃતાનુમોદનમાં પરાર્થકરણનું હાદિક અનુદન છે. ચતુશરણગમનમાં પરાર્થકરણ સ્વભાવવાળા આત્મતત્વને આશ્રય છે.
આત્મતત્વ પિતે જ પરાર્થકરણ અને પરપીડાના પરિહારરવરૂપ છે. આત્માને તે મૂળ સ્વભાવ પ્રાપ્ત કરવા માટે જ પરપીડાનું ગહણ અને પરોપકારગુણનું અનુદન છે. - શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત થયેલા અરિહંતાદિ ચાર સર્વથા પરાર્થકરાવત હોય છે. તેથી તે સ્વરૂપનું શરણ સ્વીકારવા ગ્ય છે. આદરવા ગ્ય છે, ઉપાસના કરવા લાયક છે.
Scanned by CamScanner