________________
થઈ ન શકે. એ માટે વિધિવિષયજ્ઞ અનુભવી ગીતાર્થ ગુરુ ભગવંતો તથા વિધિકારકો આદિ સાથે વર્તમાન પરંપરાઓ અને તેના રહસ્ય સંદર્ભે સુદીર્ઘ ચર્ચા-વિચારણાઓ અને પત્રવ્યવહારો થયા. જેનો નિષ્કર્ષ-૧૮ અભિષેક વિધાન-એક આવશ્યક ઉન્મેષ એ શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવ્યો છે. જૈન શિલ્પ-વિધિવિધાન” અને પછીથી “શિલ્પવિધિ’ એ નામે છેલ્લા ત્રણ વર્ષથી પ્રકાશિત થતા ચાતુર્માસિક માસિકના અંકોમાં ૧૮ અભિષેકની કેટલીક મહત્વપૂર્ણ વિગતો જેવી કે વિલેપન, અર્થઅર્પણ, દર્પણદર્શનાદિના રહસ્યો વિસ્તારથી સમજાવવામાં આવેલ, જે પણ ઉપયોગી જાણી “૧૮ અભિષેક વિધાન – એક આવશ્યક ઉન્મેષ' અંતર્ગત સમાવી લેવામાં આવેલ છે. આ દ્વારા પ્રાચીન વિધિશાસ્ત્રો અને વિધાનોના રહસ્ય ભરપૂર સૌંદર્યને સૌ
પામી શકશે. (૩) ભાવ સૌંદર્ય • દ્રવ્યશુદ્ધિની સાથે ભાવશુદ્ધિ અને ભાવવૃદ્ધિ તે ૧૮ અભિષેકનું અભિન્ન અંગ
બનવું જ જોઈએ. અભિષેક કરનારા ભક્તોના હૃદયના ઉછળતા ભાવ એ પણ ૧૮ અભિષેક વિધાનની પ્રભાવકતાનું મહત્વનું પ્રધાન અંગે જાણવું જોઈએ. પ્રત્યેક અભિષેક હૃદયના ભાવોની છોળો ઉછાળનારો બનવો જોઈએ. આ હેતુ સિદ્ધ થાય એ માટે અભિષેક પ્રત્યે દઢ આસ્થા-શ્રદ્ધા વિકસાવતા કેટલાક દૃષ્ટાંતો, જિનભક્તિ વર્ધક શાસ્ત્રસંદર્ભો, ઔષધિઓની પ્રભાવદર્શક વિગતો, અભિષેક સમયની ભાવનાઓ તેમજ કેટલીક મહિમાવંતી પ્રેરણાઓનો આ વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અભિષેક એ પહેલેથી મારો પ્રિય વિષય અથવા તો કહો કે શોખ રહ્યો છે. અભિષેક વિધાન દ્વારા જે જે રીતે પ્રભુભક્તિના ભાવો વિકસે, પ્રભુ પ્રત્યે આદર- બહુમાન અને સમર્પણ વધે તેવી યથાશક્ય વધુમાં વધુ વિગતો જ્યાંથી મળી ત્યાંથી સાભાર સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. અમારો આ પ્રયત્ન સૌના ભાવ સૌંદર્યને ખીલવીને રહે એવી પ્રભુને પ્રાર્થના.
શ્રી અઢાર અભિષેક વિધાના
(9)
શિલ્પ-વિધિ