________________
(૪) ભક્તિ સૌંદર્ય
પ્રત્યેક અભિષેકને જો સુંદર ભક્તિભરપૂર શબ્દોનો સથવારો મળી રહે તો ભાવોલ્લાસ ધારા ઊંચકાયા વિના ન રહે. સામાન્યથી પણ બે અભિષેકના વચ્ચેના ગાળામાં ગીત-સંગીતનો સહારો લેવાય જ છે. એ સમયે અભિષેકના જ માહાભ્યસંબંધી સ્તુતિ-ભક્તિગીતો આદિ રચનાઓનું સંગીતના સથવારે સામૂહિક ગાન થાય તો વિશેષ આનંદ-ઉલ્લાસ અને ભાવધારાનું કારણ બની રહે અને તેથી જ અભિષેક સંબંધી જે કંઈ એવી ભક્તિસામગ્રી સંપ્રાપ્ત થઈ શકી, તેનું અહીં સંકલન કરેલ છે. વળી, ભક્તિમાર્ગમાં સહાયક થાય એવી કેટલીક અભિનવ સ્તુતિઓ પણ અહીં સમાવી લીધેલ છે. આ સર્વ પ્રભુભક્તોને ભક્તિમાર્ગમાં અવશ્ય તરબોળ કરશે, એવી અમને આસ્થા-શ્રદ્ધા છે.
અભિષેકનું એક અન્ય મહત્વનું પરિબળ છે, અભિષેકમાં વપરાતા ઔષધિ વગેરે દ્રવ્યોની શુદ્ધિ. પ્રત્યેક અભિષેક અંતર્ગતની ઔષધિઓના વનસ્પતિશાસ્ત્રોને આધારે ગુણ-દોષ વગેરેનું વર્ણન પ્રસ્તુત સંપાદનના પાંચમા વિભાગ તરીકે લઈ શકાય. પરંતુ એમ કરતાં ગ્રંથનું કદ બમણું, ત્રણગણું થવા પામે. અને તે કરતાં પણ એ સર્વ વિગત જનસામાન્યને અનુપયોગી હોઈ તે આ પુસ્તકમાં સમાવેલ નથી. અલબત્ત, દ્રવ્યની શુદ્ધિ માટે તે વિગત જરૂરી છે તથા અન્ય પ્રકાશક તરફથી તેનું પ્રકાશન થયેલ હોઈ અમે તેને સ્પર્યા નથી. જિજ્ઞાસુઓ ત્યાંથી જાણી શકે. અભિષેકની મહત્તા જે સ્વરૂપે અમારા હૃદયમાં પ્રસ્થાપિત છે, તથા તેનું જે સૌંદર્ય અને જાણ્યું-માણ્યું છે, તે સ્વરૂપે એની પ્રસ્તુતિ ફોરકલર, આર્ટપેપરમાં એવી ચિત્તાકર્ષક અત્યભુત અને આહલાદક હોવી ઘટે કે જેમાં પ્રત્યેક અભિષેક પૂરબહારમાં ખીલ્યો હોય !!! એવું અમારું સ્વપ્ન ક્યારે સાકાર થશે એ ખબર નથી. હાલના તબક્કે તો વિધાનમાં સરળ અને ભાવોત્પાદક બની રહે એ સ્વરૂપના પ્રકાશનથી આત્મસંતોષ અનુભવું છું.
શિલ્પ-વિધિ
(10)
હેમકલિકા - ૧