________________
- ૧૮ અભિષેક સંપાદન પદ્ધતિ :પ્રસ્તુત સમગ્ર ગ્રંથ ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યો છે : (૧) વિધાન સૌંદર્ય, (૨) શાસ્ત્ર-રહસ્ય સૌંદર્ય, (૩) ભાવ સૌંદર્ય અને (૪) ભક્તિ સૌંદર્ય. (૧) વિધાન સૌંદર્ય :
પ્રથમના આ વિભાગમાં પ્રત્યેક વિધિકારકને આ અનુષ્ઠાન કરાવવું સરળ પડે એ માટે પ્રારંભિક સ્નાત્રપૂજાથી લઈને અંતિમ શાંતિકળશ સુધીનું સમગ્ર વિધાન ક્રમશઃ આપવામાં આવેલ છે. અહીં એક પૃષ્ઠ પર એક અભિષેક-સ્નાત્રની સંયોજના કરવામાં આવી છે. તથા પ્રત્યેક અભિષેક સંદર્ભે, જે તે અભિષેકની સામાન્ય સમજ, અભિષેક સંબંધિત આત્મશુદ્ધિપ્રેરક ટૂંક ભાવવિવેચના તથા મંત્રસહિત જે તે અભિષેકના શ્લોક, અર્થ સાથે આપેલ છે. જેથી સકળશ્રી સંઘ, જે તે અભિષેકના સૌંદર્યને
સ્વસ્થ સમજણપૂર્વક આરાધી શકે. (૨) શાસ્ત્ર-રહસ્ય સૌંદર્ય
વર્તમાન પ્રચલિત ૧૮ અભિષેકની વિધાન પદ્ધતિ કરતા. અહીં દર્શાવેલ વિધાનમાં કેટલીક બાબતોમાં વિશેષ-વિચારણા છે. જેમ કે (૧) ૧૮માંથી ૧૧ અભિષેકમાં, શ્લોક બોલીને અભિષેક કરતા પૂર્વે જિનબિંબાદિને વિલેપન કરવું તથા તે વિલેપન થોડો સમય રાખવું. (૨) જિનેશ્વરાદિને આહ્વાન વિધાન નવમાં અભિષેક બાદ કરવું. (૩) આહ્વાન કરેલ જિનાદિ બિંબોને દશમાં અભિષેક બાદ ૧૮ અભિષેક વિધાનમાં અત્યંત મહત્વપૂર્ણ કહી શકાય એવું અર્થઅર્પણ વિધાન કરવું. (૪) ૧૫માં અભિષેક બાદ ચંદ્ર-સૂર્ય દર્શનની સાથે દર્પણ દર્શન વિધાન પણ કરવું. (૫) ૧૮માં અભિષેક તરીકે પુષ્પોનો અભિષેક કરવો વગેરે... આ સર્વ વિચારણાઓનો આધાર શો છે, એવી સહજ જિજ્ઞાસા દરેકને થાય. તેના અનુસંધાનમાં પ્રાચીન સર્વ પ્રતિષ્ઠાકલ્પોક્ત મૂળભૂત અઢાર અભિષેક વિધાન અહીં દર્શાવેલ છે. માત્ર શાસ્ત્રપંક્તિઓને આધારે કોઈ અંતિમ નિર્ણય
શિલ્પ-વિધિ
(8)
હેમકલિકા - ૧