________________
પ્રતિષ્ઠાપ્રદીપ ગ્રંથ – ૧૫ મી સદી), (૬) તપાગચ્છીય શ્રી ગુણરત્નસૂરિકૃત કલ્પ (૧૫મો સૈકો ઉત્તરાર્ધ), (૭) વિશાલરાજશિષ્યકૃત પ્રતિષ્ઠાકલ્પ (૧૫ મી સદી અંત કે ૧૬ મી સદી પ્રારંભ), (૮) આચાર્ય વિજય સેનસૂરિકૃત પ્રતિષ્ઠાવિધાન (૧૬મી સદી) વગેરેનો સમાવેશ થાય છે. તથા પ્રાયઃ ૧૮મી સદીની પૂર્ણિમાગચ્છીય શ્રી ભાવપ્રભસૂરિલિખિત, સામગ્રી સહ અઢાર અભિષેક વિધિ પણ મળે છે.
-: ૧૮ અભિષેક સંપાદન યાત્રા - વર્તમાનશ્રી સંઘમાં મુખ્યતઃ ૩ પ્રકારે ૧૮ અભિષેક પ્રચલનમાં છે (૧) શ્રી સકલચંદ્રજીના પ્રતિષ્ઠાકલ્પને આધારે ર-૨ શ્લોકવાળા અભિષેક, જે હવે સંક્ષિપ્ત ૧૮ અભિષેકરૂપે ઓળખાય છે. (૨) અખીલ ભારતીય ૧૮ અભિષેક અનુષ્ઠાન સમિતિ દ્વારા કરાવવામાં આવેલ ૪-૫ તથા ક્યાંક ૬ શ્લોકવાળા અભિષેક, જે બૃહદ્ (વિસ્તૃત) ૧૮ અભિષેક તરીકે પ્રચલનમાં છે. તથા (૩) દક્ષિણ ભારતમાં કલ્યાણલિકા ગ્રંથાધારે પ્રચલિત ૧-૧ શ્લોકવાળા ૧૮ અભિષેક. અલબત્ત, નવા થયેલ કેટલાક પ્રકાશનમાં પ્રચલિત ૩ વિધાનમાં પણ ક્યાંક ઓછું વજું થયેલું જોવાય છે. કયા કારણોને લઈને અભિષેક વિધિઓમાં ફેરફાર આવે છે તે બાબતે જિજ્ઞાસાપૂર્વક વધુ ઊંડા ઉતરવાનું થયું. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરેના ભિન્ન ભિન્ન જ્ઞાનભંડારોમાંથી ૧૮ અભિષેકના મૂળભૂત સ્રોતરૂપ અંજનપ્રતિષ્ઠા કલ્પની ૨૦૦થી પણ વધુ હસ્તલિખિત પ્રતો મેળવવામાં આવી, જેમાં કેટલીક તાડપત્રીઓનો પણ સમાવેશ હતો. તેનું અવલોકન કરીને મુખ્ય આધારભૂત કહી શકાય તેવી ૨૩ જેટલી હસ્તલિખિત પ્રતિષ્ઠાકલ્પની પ્રતોને આધારે પ્રસ્તુત અભિષેક વિધાનનું સંપાદન કરવામાં આવ્યું અને તેમાં પણ, જેઓનું ગૌરવવંતુ ચારિત્ર જીવન, જે તે કાળની પરિસ્થિતિને આધીન અનેકશઃ અનેકત્ર અંજનશલાકા - પ્રતિષ્ઠાવિધાનો કરાવવામાં વ્યતિત થયું છે, તથા જેઓના નામે હજારો જિનપ્રતિમાઓની પ્રભાવક અંજનશલાકા - પ્રતિષ્ઠાનો સુયશ નોંધાયેલો છે, એવા પ.પૂ. અકબરપ્રતિબોધક જગદ્ગુરુ આચાર્યદેવશ્રી
શિલ્પ-વિધિ
(6)
હેમકલિકા - ૧