________________
( સંપાદકીય સંદેશ ) અનેક શાસ્ત્રીય અને વ્યવહારિક ખલદસ્તામાં અનુભવના પુટ પામીને પુષ્ટ
થયેલ એક સૌંદર્યસભર ભાવરસાયણ - ૧૮ અભિષેક વિધાન જિનશાસનના પ્રચલિત અનેક અનુષ્ઠાનોમાં પણ અતિપ્રચલિત અને અતિવ્યાપક એવું આવશ્યક વિધાન હોય તો તે છે : અઢાર અભિષેક સ્નાત્ર. ઓપ, લેપ વગેરે કારણસર જિનબિંબ થોડા સમય માટે અપૂજનિક રહ્યા હોય, એક સ્થળેથી બીજે સ્થળે વાહન વગેરેમાં લઈ જવાયા હોય, અન્ય કોઈ અશુદ્ધિ, આશાતનાનું કારણ બન્યું હોય અથવા તો સામાન્યથી પણ વિશેષ શુદ્ધિ-પ્રભાવ વધારવા માટે, અઢાર અભિષેક વિધાન શ્રી સંઘોમાં થતું હોય છે. સં. ૨૦૬૬ માં શ્રી અખીલ ભારતીય તીર્થ પ્રભાવક અઢાર અભિષેક અનુષ્ઠાન સમિતિ દ્વારા પ્રાચીન તીર્થભૂમિઓના અઢાર અભિષેકનું વિશાળ પાયે આયોજન થયેલ અને ત્યારબાદ પણ આજ સુધીમાં ઘણીવાર સામૂહિક રીતે અનેક સ્થાને તેનું આયોજન થયા કરે છે, જે શ્રી સંઘ માટે શુભસૂચક છે. ૧૮ અભિષેકનું વિધાન પ્રાયઃ પ્રતિષ્ઠાકલ્પની પ્રતિઓમાં અંજનશલાકા વિધાનમાં જન્મકલ્યાણક અંતર્ગત જોવા મળે છે, સ્વતંત્ર નહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ. વર્તમાનમાં પ્રચલિત ૧૮ અભિષેક તે શ્રી સકલચંદ્રજીના પ્રતિષ્ઠાકલ્પ આધારે છે, પણ તે કલ્પ અકબર પ્રતિબોધક આ.શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના સમકાલીન શ્રી સકલચંદ્રજીનો ન હોઈ શકે એવું અનેક મુદ્દાઓ દ્વારા અમને જણાય છે, પરંતુ હાલ અહીં તેનું વિવરણ કરતા નથી.
-: ઉપલબ્ધ પ્રતિષ્ઠાવિધાન :મહો. શ્રી સકલચંદ્રજીના પ્રચલિત કલ્પની પૂર્વના કે સમકાલીન પણ કેટલાક પ્રતિષ્ઠાવિધાનો આ પ્રમાણે મળે છે. જેમાં (૧) ૧૨ મી સદીનો શ્રીચંદ્રસૂરિકૃત પ્રતિષ્ઠાકલ્પ, (૨) જિનપ્રભસૂરિકૃત પ્રતિષ્ઠાપદ્ધતિ (વિ.સં. ૧૩૬૩), (૩) શ્રી તિલકાચાર્યકૃત પ્રતિષ્ઠાકલ્પ, (૪) આ. વર્ધમાનસૂરિકૃત આચારદિનકર અંતર્ગત
પ્રતિષ્ઠાવિધિ (૧૫મી સદી), (૫) આ રત્નશેખરસૂરિકૃત પ્રતિષ્ઠાકલ્પ (પ્રાયઃ શ્રી અઢાર અભિષેક વિધાન
શિલ્પ-વિધિ
(5)