________________
અનુભવી વિધિકારકો અને વિધિસહાયક ભોજકોની પૂર્વ-પૂર્વ પરંપરા, જે તે પરંપરાના ઉદ્દગમસ્થાન આદિની ચર્ચા-વિચારણાને અંતે પૂજય ઉપકારી ગુરુભગવંતોના માર્ગદર્શન અનુસાર લગભગ પાંચેક વરસને અંતે પ્રસ્તુત સંપાદન પ્રકાશમાં આવી રહ્યું છે. અઢાર અભિષેક વિધાનની ઝેરોક્ષ કોપીઓ છેલ્લા ઘણા સમયથી અનેક વિધિકારકો આદિ પાસે હતી. વેબસાઈટ www.shilpvidhi.org ઉપર પણ તે મૂકાયેલ હતી. તદાધારે જે તે કાળે છપાયેલ જુદા જુદા પ્રકાશનોમાં અમુક વિધાન સમાવાયું હોય તો અમુક ન હોય એવું પણ બન્યું. એટલે આ બધી મૂંઝવણોને દૂર કરવા સમગ્ર વિધાન એકવાર પૂર્ણસ્વરૂપે પ્રકાશમાં આવે એ હેતુથી પ્રસ્તુત પુસ્તિકાનું પ્રકાશન થઈ રહ્યું છે, જેથી હવે કોઈને વ્યામોહ ન થવા પામે. અમારા ટ્રસ્ટના સબળ અને સક્ષમ પ્રેરણાસ્રોત અને માર્ગદર્શક પરમ પૂજય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પુણ્ય નામને સમર્પિત હેમકલિકા” - વિધિવિધાન પ્રકાશન શ્રેણી અંતર્ગત હેમકલિકા - ૧ સ્વરૂપે “શ્રી અઢાર અભિષેક વિધાન’ પ્રકાશિત થઈ રહ્યું છે. પાંચ-પાંચ વર્ષોની સંપાદનયાત્રાના પરિપાકરૂપે પરિણમેલ પ્રસ્તુત વિધાન સકળ શ્રી સંઘમાં એકસમાનપણે આદેય બને તથા તે દ્વારા સકળશ્રી સંઘની ઉન્નતિ – આબાદી અને સમૃદ્ધિમાં અમે યત્કિંચિત નિમિત્ત બનીએ એવી શુભ ભાવનાનો અંતરમાં પમરાટ અનુભવીએ છીએ.
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (૧) શ્રી ચંદ્રકુમાર જરીવાલા, (૨) શ્રી પુંડરિકભાઈ શાહ (૩) શ્રી લલિતભાઈ કોઠારી, (૪) શ્રી વિનયચંદ્ર કોઠારી
શિલ્પ-વિધિ
(4)
(4)
હેમકલિકા - ૧