________________
( ૧૬. તીર્થોદક સ્નાત્ર ) શુદ્ધ જળમાં ૧૦૮ તીર્થોના પવિત્ર જળ મિશ્ર કરીને આ અભિષેક કરવાનો હોય છે. ભાવશિલ્પ : જળ શુદ્ધિ કરે, તીર્થજળ પવિત્ર પણ કરે. હિંસા, મૈથુનાદિ અનેક પ્રકારના પાપકર્મોથી ખરડાયેલ જીવનશિલ્પની અર્જુનમાળી, ચંડકૌશિક સર્પ વગેરેની જેમ પ્રાયશ્ચિત્ત, ભવ આલોચનાદિ દ્વારા શુદ્ધિ કરવી જરૂરી છે. એ રીતે પ્રભુના કરૂણાજળથી સિંચાયેલ જીવનશિલ્પ પવિત્ર પણ બને. તીર્થજળસમ સ્વચ્છ અને પવિત્ર આત્મશિલ્પના ઘડતર માટે તીર્થોદયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
जलधि-नदी-हृद-कुण्डेषु, यानि तीर्थोदकानि शुद्धानि । तैर्मन्त्रसंस्कृतैरिह, बिम्बं स्नपयामि सिद्ध्यर्थम् ॥ અર્થ સમુદ્ર, નદી, સરોવર, કુંડોને વિષે જે પણ શુદ્ધ તીર્થજળ છે, તે મંત્રોથી સંસ્કાર કરાયેલા તીર્થજળ વડે સિદ્ધિની પ્રાપ્તિ અર્થે હું અહીં (જિન) બિંબને સ્નાન કરાયું છે. મંત્ર : ૐ ? દÉ Ê ર : પરમહંત પરમેશ્વરાય મન્દપુષ્પાદિ-નિશ્રपवित्रतीर्थोदक-जलेन स्नपयामि स्वाहा ॥
• મસ્તકેથી અભિષેક , લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
येषामभिषेककर्म कृत्वा, मत्ता हर्षभरात् सुखं सुरेन्द्राः । तृणमपि गणयन्ति नैव नाकं, प्रातः सन्तु शिवाय ते जिनेन्द्राः ॥
- વિશાલલોચન સૂત્ર પરમતારક, સર્વોત્કૃષ્ટપુણ્યાતિશાયી જે તીર્થકર ભગવંતોનો અભિષેકસ્નાત્ર કરીને હર્ષના અતિરેકથી મદમસ્ત બનેલા દેવોના પણ ઈન્દ્રો એવા દેવેન્દ્રો સ્વર્ગના સર્વ ભોગવિલાસોના સુખને એક તણખલા માત્ર પણ ગણતા નથી, તે જિનેશ્વર ભગવંતો પ્રાત:કાળે તમારા કલ્યાણ માટે થાઓ.
શ્રી અઢાર અભિષેક વિધાન
(૪૧)
શિલ્પ-વિધિ