________________
દરેક જિનબિંબને સૂર્ય બતાવીને ભગવાનની જમણી બાજુ ઉભા રહીને નીચે પ્રમાણેનો આશિષ મંત્ર બોલવો. ૩% ૩મર્દ ! સર્વ-સુરપુર-વન્દઃ, શારયિતા સર્વથ-UિTમ્ | भूयात् त्रिजग्च्चक्षु-र्मङ्गलद-स्ते सपुत्रायाः ॥१॥
(૨૭ ડંકા) અર્થઃ સર્વ સુર અને અસુર વડે વંદ્ય એવા, સર્વ ધર્મકાર્યોને કરાવનારા, ત્રણ જગતના ચક્ષુ સમાન એવા હે સૂર્ય ! તમે પુત્ર સહિતના માતાનું મંગલ કરનારા થાઓ.
જિનબિંબાદિને દર્પણદર્શન વિધાન ચંદ્રદર્શન અને સૂર્યદર્શન કરાવ્યા બાદ જિનબિંબોને દર્પણદર્શન વિધાન કરાવવાનું હોય છે. જેમાં નીચેનો શ્લોક બોલીને દરેક જિનબિંબને દર્પણ દેખાડવાનું હોય છે, અને એ દ્વારા જિનપ્રતિમાનું પ્રતિબિંબ દર્પણમાં ઝીલવાનું હોય છે. (દર્પણદર્શન કરાવવાનો પણ ચડાવો બોલાવી શકાય છે.) ભાવશિલ્પ : “હે નિર્મલ ! હે નિર્મમ ! હે નિર્ભય ! હે નિર્કન્દ ! હે નિ:સગ ! હે નિસરળ ! મારું હૈયું દર્પણ જેવું સ્વચ્છ બનો. એમાં પડતું આપનું નિર્મળ પ્રતિબિબ અમને અમારા વીતરાગી આત્મસ્વરૂપનું ભાન કરાઓ. સાંસારિક માયા-બંધનો છોડી, સાધના કરી અંતે અમે પણ આપની જેમ સિદ્ધ-બુદ્ધ સ્વરૂપી થઈએ.”
આવી અંતરની ભાવના સાથે જિનબિંબ સમક્ષ દર્પણ લઈ ઊભા રહો. आत्मावलोकनकृते कृतिनां यो वहति सच्चिदानंदम् । भवति स आदर्शोऽयं, गृह्णातु जिनेश्वरप्रतिच्छन्दम् ॥ અર્થ : સત્પરૂષોને આત્મસ્વરૂપના દર્શન માટે જે થાય છે, તથા જે સત, ચિત્ અને આનંદને વહન કરે છે (આપનારો થાય છે, તે આ આદર્શ (દર્પણ-અરીસો) જિનેશ્વરના પ્રતિબિંબને ગ્રહણ કરો. (દર્પણમાં જિનેશ્વરનું પ્રતિબિંબ પડો.) મંત્ર ૐ દૂ દ રૉ p:પરમાર્હતે પરેશરીય વર્ષvi વર્શયામતિ સ્વાદ II
શિલ્પ-વિધિ
(૪૦)
હેમકલિકા - ૧