________________
-: સૂર્યદર્શન :સૂર્યદર્શનનો મંત્ર નીચે આપેલ છે. આ મંત્ર બોલીને, થાળી વગાડીને સૂર્યદર્શન કરાવવું. એ પૂર્વે આ પ્રમાણે પ્રાર્થના કરાવવી હોય તો કરાવી શકાય. ભાવશિલ્પ : “સહસ્ત્ર સૂર્યોથી પણ અધિક પ્રકાશક એવા હે પ્રભુ ! આપને સૂર્યદર્શન કરાવતા અમારી અંતરની આરઝૂ છે કે -
સૂર્ય જો અંધકારનો નાશ કરે છે, તો અમારો અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામે. સૂર્ય ગતમાં પ્રકાશ કરનારો છે તો અમારા જીવનમાં ધર્મનો પ્રકાશ થાઓ. સૂર્ય તેજસ્વી છે, તો પ્રમાદો અને કષાયોનો નાશ કરનારું તેજ અમારામાં પ્રગટો. સૂર્ય પ્રતાપી છે, તો સાધનાનો પ્રૌઢ પ્રતાપ અમારા જીવનમાં પ્રગટીને રહો.
હે મારા હૃદયવલ્લભ ! આપનું આ સૂર્યદર્શન અને આધ્યાત્મિક ગતમાં ફળદાયી બની રહો.”
એવી શુભ ભાવના-વિજ્ઞપ્તિ પૂર્વક સૂર્યદર્શન કરાવવા ઊભા રહો. ॐ अहँ सूर्योऽसि, दिनकरोऽसि, सहस्र-किरणोऽसि, विभावसु-रसि, तमोऽपहोऽसि, प्रियङ्करोऽसि, शिवङ्करोऽसि, जगच्चक्षु-रसि, सुरवेष्टितोऽसि, वितत-विमानोऽसि, तेजोमयोऽसि, अरुणसारथि-रसि, मार्तण्डोऽसि, द्वादशात्माऽसि, चक्रबान्धवोऽसि, नमस्ते भगवन् ! प्रसीदास्य कुलस्य तुष्टिं पुष्टिं प्रमोदं कुरु कुरु, सन्निहितो भव भव, श्रीसूर्याय नमः ।
(એક ડંકો) અર્થ: તમે સૂર્ય છો, દિવસને કરનારા છો, હજાર કિરણોવાળા છો, પ્રભારૂપી સમૃદ્ધિવાળા છો, અંધકારને દૂર કરનારા છો, પ્રિય કરનારા છો, કલ્યાણ કરનારા છો, જગતના ચક્ષુ સમાન છો, દેવો વડે સેવાતા છો, વિસ્તૃત વિમાનવાળા છો, તેજોમય છો, અરુણ નામે તમારે સારથી છે, તમે માર્તડ છો, બાર સ્વરૂપવાળા છો, ચક્રવાકપક્ષીના બાંધવ છો. હે (સૂર્ય) ભગવાન ! તમને નમસ્કાર થાઓ. તમે પ્રસન્ન થાઓ. આ (પરમાત્માના) કુળની તુષ્ટિ, પુષ્ટિ અને પ્રમોદને કરો. સાન્નિધ્યવાળા થાવ. શ્રી સૂર્યને નમસ્કાર થાઓ.
શ્રી અઢાર અભિષેક વિધાન
(૩૯)
શિલ્પ-વિધિ