________________
जैवातृकोऽसि, क्षीरसागरोद्भवोऽसि, श्वेतवाहनोऽसि, राजाऽसि, राजराजोऽसि, ओषधिगर्भोऽसि, वन्द्योऽसि, पूज्योऽसि, ___नमस्ते भगवन् ! अस्य कुलस्य ऋद्धिं कुरु कुरु, वृद्धिं कुरु कुरु, तुष्टिं कुरु कुरु, पुष्टिं कुरु कुरु, जयं कुरु कुरु, विजयं कुरु कुरु, भद्रं कुरु कुरु, प्रमोदं कुरु कुरु, श्रीशशाङ्काय नमः ।
(એક ડંકો) અર્થ ઃ તમે ચંદ્ર છો, રાત્રિને કરનારા છો, અમૃતને કરનારા (આપનારા) છો, ચંદ્રમા છો, ગ્રહોના પતિ છો, નક્ષત્રોના પતિ છો, ચાંદનીના પતિ છો, કામદેવના મિત્ર છો, જગતના જીવન છો, ઔષધિ આદિને જીવાડનારા છો, ક્ષીરસમુદ્રથી ઉત્પન્ન થયેલા છો, શ્વેત વાહનવાળા છો, રાજા છો, રાજાઓના રાજા છો, ઔષધિઓની ઉત્પત્તિ તમારા થકી છે, તમે વંદ્ય છો, પૂજ્ય છો.
હે (ચંદ્ર) ભગવાન ! તમને નમસ્કાર થાઓ. આ (પરમાત્માના) કુળની ઋદ્ધિ કરો, વૃદ્ધિ કરો, તુષ્ટિ કરો, પુષ્ટિ કરો, જય કરો, વિજય કરો, ભદ્ર કરો, પ્રમોદ કરો. શ્રી ચંદ્રને નમસ્કાર થાઓ. દરેક જિનબિંબને ચંદ્ર બતાવીને ભગવાનની જમણી બાજુ ઉભા રહીને નીચે પ્રમાણેનો આશિષ મંત્ર બોલવો.
» ગઈ सर्वौषधि-मिश्र-मरीचिजालः, सर्वापदां संहरण-प्रवीणः । करोतु वृद्धिं सकलेऽपि वंशे, युष्माक-मिन्दुः सततं प्रसन्नः ॥१॥
(૨૭ ડંકા) અર્થઃ સર્વ ઔષધિઓથી મિશ્ર એવા કિરણોના સમૂહરૂપ તથા સર્વ આપત્તિઓને દૂર કરવામાં પ્રવીણ એવો ચંદ્ર તમારા સઘળા એવા વંશની વૃદ્ધિ કરો અને સતત તમારા પર પ્રસન્ન રહો.
| (ચંદ્ર - સૂર્ય - દર્પણદર્શન ગીતઃ પૃ. ૧૩૪)
શિલ્પ-વિધિ
(૩૮)
હેમકલિકા - ૧