________________
( ૧૦. કપૂર સ્નાત્ર ) શુદ્ધ જળમાં કપૂર મિશ્રણ કરીને આ અભિષેક કરાય છે. ભાવશિલ્પ : બાહ્યથી ઉજ્જવળ અને અંદરથી નિર્મળ કપૂર, જીવને પણ એવા બનવાની પ્રેરણા આપે છે. લોકવિરુદ્ધ કાર્યો (પરસ્ત્રીગમન, સ્વજનદ્રષ, બીજાનું પચાવી પાડવું, અનીતિ) વગેરેના ત્યાગ દ્વારા બાહાજીવન માર્ગાનુસારિતામય બને. તથા સ્યાદ્વાદ - અનેકાંતવાદ - કર્મવાદની સમજણપૂર્વકની નિર્મળ પરિણતિ ઘડાય એવી શુભ ભાવનાથી કપૂરગુણયુક્ત આત્મશિલ્પના ઘડતર માટે કપૂરયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ।।
शशिकरतुषारधवला, उज्ज्वलगन्धा सुतीर्थजलमिश्रा।
कर्पूरोदकधारा, सुमन्त्रपूता पततु बिम्बे ॥ અર્થ: (૧) ચંદ્ર કિરણ અને હિમકણ જેવી ધવલ-શ્વેત તથા (૨) ઉજ્જવલ ગંધવાળી, (૩) પવિત્ર તીર્થના જળથી મિશ્ર અને (૪) સુંદર મંત્રોથી પવિત્ર એવી કપૂર જળની ધારાનો (જિન) બિંબ પર અભિષેક થાઓ. મંત્ર : ૐ દ દ ¢: પરમાર્હત પરમેશ્વરાય બચપુષ્માતિ-નિશ્ર
कर्पूरचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥ • મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
જિનપૂજકનો મોક્ષ ક્યારે? જે પૂઇ તિસક્કે, જિર્ણોદરાય તણા વિગયદોસT
સો તઇય ભવે સિજ્જઈ, અહવા સત્તgમે જમે II સર્વથા દોષ મુક્ત બની ચૂકેલા જિનેશ્વર દેવાધિદેવની જે જીવ ત્રણેય સંધ્યાએ પૂજા કરે છે, તે જીવ ત્રીજા ભવે મોક્ષ પદને પામે છે. અથવા જો બહુ કર્મી હોય તો સાતમા/આઠમા ભવે તો અવશ્ય મોક્ષપદને મેળવે છે.
શિલ્પ-વિધિ
(૪૨)
હેમકલિકા - ૧