________________
( ૧૦. સર્વોષધિ સ્નાત્ર ) આ અભિષેકમાં નીચે પ્રમાણેની સર્વ ઔષધિઓ પ્રાચીન કલ્પની પ્રતિઓમાં જોવા મળે છે. (૧) હળદર, (૨) સુવા, (૩) વાળો. (૪) મોથ, (૫) પ્રિયંગ. (૬) ગ્રંથિપર્ણક, (૭) સઢો, (૮) કચૂરો, (૯) ઉપલોટ (કઠ), (૧૦) મૂરમાંસી, (૧૧) મરડાસિંગ, (૧૨) શિલાખલ (શિલારસ), (૧૩) નખલા, (૧૪) કંકોલ્લ, (૧૫) લવિંગ, (૧૬) તજ, (૧૭) તમાલપત્ર, (૧૮) જાવંત્રિ, (૧૯) જાયફળ, (૨૦) નાગકેશર, (૨૧) ચંદન વગેરે. આ સર્વ ઔષધિઓના ચૂર્ણને પાણીમાં લેપ બનાવી સૌ પ્રથમ જિનબિંબને વિલેપન કરી થોડો સમય રાખવા જોઈએ. ત્યાર બાદ શ્લોક – મંત્ર બોલીને ઔષધિચૂર્ણ મિશ્રિત જલ વડે અભિષેક કરવો જોઈએ. ભાવશિલ્પ : આત્મિક દોષોને દૂર કરવામાં “એક સાંધતા તેર તૂટે છે. ક્રોધને કાબૂમાં લેતા માન ઉછાળા મારે છે. લોભને થોભ દેતા માયા સાપણ ડંખે છે. કષાયની મંદતામાં વેદોદય પીડે છે. આવી હાલતમાં જિનભક્તિ એ સર્વદોષનાશક સર્વોષધિ છે. સર્વાગ વિક્ષેપિત સર્વોષધિ દ્વારા આપણા આત્માના પ્રદેશ પ્રદેશ જિનભક્તિનો ચોલમજીઠનો રંગ જામે એવા આત્મશિલ્પના ઘડતર માટે સર્વોષધિચૂર્ણ યુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
सकलौषधिसंयुक्त्या', 'सुगन्धया घर्षितं सुगतिहेतोः ।
स्नपयामि जैनबिम्ब, मन्त्रिततन्नीरनिवहेन ॥ ૨ : S, G - સંયુત્ય Hs – સંપત્યા ૩ : ૭ – તં ૨ : G - સુસ્થિના
૪ : B, PB - નિનવિવું અર્થ સઘળી ઔષધિઓના સંમિશ્રણરૂપ સુગંધિ પદાર્થ વડે મર્દન કરાયેલા જિનબિંબને મંત્રિત એવી સઘળી ઔષધિઓના (ચૂર્ણથી મિશ્રિત એવા) જળના સમૂહ વડે સદ્ગતિની પ્રાપ્તિ માટે હું સ્નાન કરાવું છું. મંત્ર : ૐ દૂ ર દૂÉ તૉ ટૂઃ પરમાëતે પરમેશ્વરાય ન્યપુષ્યદ્વિ- શ્રसौषधिचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥
• મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક • મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
શ્રી અઢાર અભિષેક વિધાન
(૨૯)
શિલ્પ-વિધિ