________________
•
( આહાન વિધાન ) નવમા અભિષેક બાદ જિનેશ્વરાદિનું આહ્વાન કરવાનું હોય છે, જેમાં ગુરૂ ભગવંતશ્રી (તેઓ ન હોય ત્યાં વિધિકારક) જિનપ્રતિમા સમક્ષ ઊભા રહી, (૧) ગરૂડ, (૨) મુક્તાશુક્તિ અને (૩) પરમેષ્ઠી – એમ ત્રણ મુદ્રા (અથવા ત્રણમાંથી ગમે તે એક મુદ્રા) પ્રભુજીને દેખાડવા વડે પ્રત્યેક મુદ્રાએ ત્રણવાર (કે એકવાર) આહાન મંત્ર બોલવા દ્વારા આહ્વાન કરે છે. ઘણું કરીને ત્રણેય મુદ્રા દ્વારા ત્રણ-ત્રણ વાર આહ્વાન કરતા હોય છે. ત્રણમાંથી કોઇ પણ એક મુદ્રાએ આહ્વાન કરો ત્યારે પરમેષ્ઠી મુદ્રાએ આહ્વાન કરવું. જે જિનપ્રતિમાનું પ્રાધાન્ય હોય તેના નામપૂર્વક અને આદિ પદથી અન્ય જિનબિંબોને તથા ગુરુમૂર્તિ આદિ જે કંઈ હોય તો તેનો પણ યથાયોગ્ય ઉલ્લેખ કરવા પૂર્વક આહ્વાન કરવું જોઈએ. પૂર્વે પ્રાણપ્રતિષ્ઠિત જિનબિંબના પ્રાણને આશાતનાદિ અનેક કારણે ઝાંખપ લાગી હોય ત્યારે તેના સંમાર્જનરૂપે મુદ્રાઓ બતાવવાપૂર્વક આહ્વાન કરીને પુનઃ પ્રાણારોપણ તથા પ્રાણોનું સ્થિરીકરણ કરવું જરૂરી હોય છે. આહ્વાન સમયે એકાગ્ર, તન્મય ને તલ્લીન બનીને સ્વહૃદયસ્થ પરમાત્મતત્ત્વ, પરમાત્મભાવનું જિનપ્રતિમામાં સ્થાપન કરવાનું હોય છે. ભાવશિલ્પ : “હે તારણહાર ! હે રક્ષણહાર ! હે પાલનહાર ! હે સર્વદેવમય ! હે સર્વધ્યાનમય ! હે સર્વમંત્રમય ! હે સર્વતેજોમય ! હે સર્વરહસ્યમય ! મેરૂપર્વતે ક્રોડો દેવો વડે અભિષિચિત ! દેવોના પણ દેવ એવા હે દેવાધિદેવ ! હે (શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આદિ) અરિહંત પરમાત્મા ! આપ દિવ્યરૂપે યથાસંભવ અત્રે (અને અમારા મનમંદિરમાં પણ) પધારો... પધારો.. પધારો...” - આવા ભાવપૂર્વક આહાન કરવું. આહાન મંત્ર ૐ નમોડર્શત્ પરમેશ્વરાય વતુર્ભુપરષ્ટિને ત્રિનોવેચાતાય, अष्टदिग्विभागकुमारीपरिपूजिताय' देवाधिदेवाय दिव्यशरीराय त्रैलोक्यमहिताय ( श्रीशद्धेश्वरपार्श्वनाथादिस्वामिनः ) अत्र आगच्छन्तु
आगच्छन्तु स्वाहा । ૨ : G S, HP - ૩ ઈતિવારીરિપૂનિતાય
(મુદ્રાદર્શનપૂર્વક આહાન ગીત : પૃ. ૧૩૬)
શિલ્પ-વિધિ
(૨૮)
હેમકલિકા - ૧