________________
૩. કષાયચૂર્ણ સ્નાત્ર
કષાયચૂર્ણના આ અભિષેકમાં નિમ્નોક્ત વૃક્ષની આંતરછાલ વાટી તેનું ચૂર્ણ જળમાં નાખી તે જળ વડે અભિષેક કરવાનો હોય છે. તે વૃક્ષો આ પ્રમાણે : ૧) પીંપ૨, ૨) પીપળો, ૩) સરસડો, ૪) ઊંબરો, ૫) વડ, ૬) ચંપો, ૭) અશોક, ૮) આંબો, ૯) જાંબૂ, ૧૦) બકુલ, ૧૧) અર્જુન, ૧૨) પાડલ, ૧૩) બીલી, ૧૪) કેસુડો. વિશેષમાં દાડમ, નારંગી વિગેરેની છાલ પણ વાપરી શકાય છે.
આ કષાયચૂર્ણને પાણીમાં પલાળીને લેપ જેવું બનાવી સૌ પ્રથમ પરમાત્માના અંગે વિલેપન કરવું જોઈએ. એ વિલેપન થોડા સમય માટે પ્રતિમા પર રહે, પછી શ્લોક બોલીને એ જ કષાયચૂર્ણમિશ્રિત જળકળશો વડે અભિષેક કરવાનો હોય છે. ભાવશિલ્પ : ષ = સંસાર, તેનો આય = લાભ, પ્રાપ્તિ; તે જેનાથી થાય તે કષાય. આત્મગુણોના મુખ્ય આવરણરૂપ ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોનો ચૂરો બોલાવી તેનો અભિષેક કરવા દ્વારા પ્રશમભાવ, નમ્રતા, સરળતા અને સંતોષ એ ચાર ગુણયુક્ત આત્મશિલ્પનું ઘડતર થાય એવી ભાવનાથી કષાયચૂર્ણયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. નમોઽર્હત્-સિદ્ધાવા પાધ્યાય-સર્વસાધુમ્ય:॥
प्लक्षाश्वत्थोदुम्बर' - शिरीषछल्ल्यादिकल्कसन्मिश्रम् । बिम्बे कषायनीरं, पततादधिवासितं जैने ||
o : G, S, R, J, B, K, HS, HK, PB - શરીષ ૨ : HA - વિસંસૃષ્ટc - સમૃÈ (નોંધ : C પ્રતના પાઠાધારે બિંબને કષાયચૂર્ણથી મર્દન કરી કષાયચૂર્ણના જલ વડે અભિષેક કરવો જોઈએ.)
અર્થ : પીંપર, પીપળો, ઊંબરો, સરસડો (આદિ) વૃક્ષની છાલ આદિના કલ્કથી મિશ્રિત, અને અધિવાસિત એવા કષાય (તુરા સ્વાદવાળા) જલનો જિન બિંબ પર અભિષેક થાઓ. (કષાય : તુરો સ્વાદ, તુરો રસ, એક જાતનો ક્વાથ, નિર્યાસ - રસ) મંત્ર : ૐ હ્રા ા ા દૂ: પરમાદંતે પરમેશ્વરાય સ્થપુષ્પાવિ-સન્મિત્રप्लक्षादि-अभ्यंतरछल्लीकषायचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥
મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક ♦ મસ્તકે પુષ્પારોપણ • ધૂપ ઉખવવો (કરવો). (કષાયચૂર્ણ અભિષેક ગીત : પૃ. ૧૩૫)
(૨૧)
શ્રી અઢાર અભિષેક વિધાન
શિલ્પ-વિધિ