________________
(૨. પંચરત્નચૂર્ણ સ્નાત્ર અનેક રત્નોના ચૂર્ણ વડે કરવાના આ અભિષેકમાં (૧) સોનું, (૨) રૂપુ, (૩) તાંબુ, (૪) મોતી અને (૫) પ્રવાલ – આ પાંચના ચૂર્ણનો ઉલ્લેખ પરાપૂર્વથી ચાલ્યો આવતો હોઇ તેને પંચરત્નચૂર્ણ સ્નાત્ર કહે છે. પ્રથમથી અભિમંત્રિત કરેલ જળમાં પંચરત્નનું ચૂર્ણ ભેળવી અભિષેક કરવો જોઈએ. ભાવશિલ્પ : પાંચેય ઈન્દ્રિયોના વિષયોના ઉપભોગરૂપી પાંચ કાચના ટુકડાઓ વડે આત્માના પાંચવ્રતોરૂપી રત્નો લૂંટાય છે. પાંચે'ય મહાવ્રતોને ચૂર્ણરૂપ - સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ બનાવી (પાણી) તેના સિચનથી સ્વાત્માને શુદ્ધબુદ્ધ સ્વરૂપી બનાવવો છે. એ લક્ષ્યપૂર્વક સચ્ચિદાનંદમય શુદ્ધાત્મશિલ્મના નિર્માણાર્થે પંચરત્નચૂર્ણયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
नानारत्नौघयुतं, 'सुगन्धिपुष्पाधिवासितं नीरम् ।
पतताद् विचित्रवर्णं, मन्त्राढ्यं स्थापनाबिम्बे ॥ શ: J, K, K, KJ - સુ પુષ્યવાસિત અર્થ : (૧) અનેક પ્રકારના રત્નોના સમૂહ (ના ચૂર્ણથી) યુક્ત, (૨) સુગંધી એવા પુષ્પોથી અધિવાસિત, (૩) મંત્ર વડે પ્રભાવશાળી અને (૪) વિચિત્ર વર્ણવાળા વિવિધરંગી જળનો સ્થાપના નિક્ષેપા) રૂપ (જિન) બિંબ પર અભિષેક થાઓ. મંત્ર : ૐ pૉ હૈ મૈં ટ્રોં : પરમાતે પરમેશ્વરાય પુષ્પાદ્રિ-નિશ્રस्वर्ण-रौप्य-ताम्र-मुक्ता-प्रवालरुप-पञ्चरत्नचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥
• મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
(પંચરત્નચૂર્ણ અભિષેક ગીત : પૃ. ૧૩૪)
શિલ્પ-વિધિ
(૨૦)
હેમકલિકા - ૧