________________
( ૪. મંગલમૃત્તિકા સ્નાત્ર ચોથા મંગલમૃત્તિકા સ્નાત્રમાં આ પ્રમાણેની માટી જાણવી. (૧) ગજદંત- હાથી પોતાના દાંત વડે જે માટી ખોદીને કાઢે તે (૨) વૃષભશંગ - બળદ પોતાના શિંગડા વડે જે માટી ખોદીને કાઢે તે (હાથી દાંત વડે અને બળદ શીંગડા વડે જમીન ખોદે ત્યારે તેમના દાંત અને શીંગડા પર જે માટી ચોટેલી રહી જાય તે), (૩) પર્વતના શિખર ભાગની માટી (કારણ તે ભાગની માટી વધુ પવિત્ર હોવા સંભવ છે.), (૪) નદીના સંગમ સ્થાન જ્યાં હોય ત્યાં બંને બાજુના તટની માટી, (૫) (પદ્મ અર્થાત્ કમળ સહિતના) સરોવરની માટી, (૬) ઉધઈના રાફડાની માટી. આ પવિત્ર માટીને જળમાં પલાળીને લેપ જેવું બનાવી સૌ પ્રથમ પરમાત્માના અંગે વિલેપન કરવું જોઈએ. એ વિલેપન થોડા સમય માટે બિંબ પર રહે એ જરૂરી છે. પછી શ્લોક બોલીને એજ મંગલમૃત્તિકા યુક્ત જળ વડે કળશો ભરીને અભિષેક કરવાનો હોય છે. ભાવશિલ્પ : માટી = પૃથ્વી. પૃથ્વીને “સર્વસહા', સર્વનું | સર્વ સહન કરનારી કહી છે. સાધક આત્મા સર્વ દુ:ખદાયી પ્રસંગોમાં માત્ર પોતાની જ ભૂલ જુએ છે. નિમિત્તમાત્ર એવી અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિને દોષ ન દેતાં, ભૂતકાળના સ્વકૃત કર્મનું જ ફળ જાણી સમભાવે સહી લે છે. મૃત્તિકના આ ગુણને જીવનમાં આત્મસાત્ કરવાના અભિલાષથી મંગલમૃત્તિકા યુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
पर्वतसरो-नदी-सङ्गमादिमृद्भिश्च मंत्रपूताभिः ।
उद्वर्त्य जैनबिम्बं स्नपयाम्यधिवासनासमये ॥ અર્થ : પર્વતના શિખરની, સરોવરની, નદીઓના સંગમસ્થાન આદિની મંત્ર વડે પવિત્ર માટી વડે જિનેશ્વરના બિંબનું ઉદ્વર્તન કરીને અધિવાસનાના અવસરે હું જિનબિંબને સ્નાન કરાવું છું. મંત્ર : ૐ દ É Ê દાઁ pઃ પરમાઈતે પરમેશ્વરાય વન્યપુષ્પાદિ-સન્મશ્ર
मंत्रपूत-नदी-नग-तीर्थादिमृच्चूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा॥ • મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
શિલ્પ-વિધિ
(૨૨)
હેમકલિકા - ૧