________________
સોહમપતિ ઈશાનપતિની, ઈન્દ્રાણીના સોળ, અસુરની દશ ઈન્દ્રાણી નાગની, બાર કરે કલ્લોલ // ૩ //
જ્યોતિષ વ્યંતર ઈન્દ્રની ચઉ-ચલ, પર્ષદા ત્રણનો એકો, કટકપતિ અંગરક્ષક કેરો, એક-એક સુવિવેકી, પરચુરણ સુરનો એક છેલ્લો, એ અઢીસે અભિષેકો, ઈશાન ઈન્દ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરેકો | ૪ || તવ તસ ખોળે ઠવી અરિહાને, સોહમપતિ મનરંગે, વૃષભરુપ કરી શૃંગ જળ ભરી, ન્યવણ કરે પ્રભુ અંગે, પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગ રોલે, મંગળ દીવો આરતી કરતાં, સુરવર જય જય બોલે || ૫ // ભેરી ભેગલ તાલ બજાવત, વળીયા જિન કર ધારી, જનની ઘર માતાને સોંપી એણી પરે વચન ઉચ્ચારી, પુત્ર તમારો સ્વામી હમારો, અમ સેવક આધાર, પંચ ધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણહાર // ૬ // બત્રીસ કોડી કનકમણિ માણિક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે, કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા-કેવલને અભિલાષે, નિત નિત જિન ગુણ ગાવે || ૭ | તપગચ્છ ઈસર સિંહ સૂરીસર, કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસતણે પદ, કપૂરવિજય ગંભીરા, ખિમાવિજય તસ સુજસવિજયના, શ્રીગુભવિજય સવાયા, પંડિત વીરવિજય શિષ્ય જિનજન્મમહોત્સવ ગાયા // ૮ //. ઉત્કૃષ્ટા એકસોને સીત્તેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ, સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળ લીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ / ૯ //
(અહીં પ્રભુજીને ચોખાથી વધાવવા)
શ્રી અઢાર અભિષેક વિધાન
(૧૩)
શિલ્પ-વિધિ