________________
અભિષેક પૂર્વચરણ
અઢાર અભિષેકમાં ઉપયોગી સર્વ જલ, ગન્ધ, પુષ્પાદિ પદાર્થો તેના સ્વ સ્વ મંત્રોએ અભિમંત્રિત કરીને જ સર્વ અભિષેકમાં વાપરવાના હોય છે. આ સર્વ સામગ્રી સુવિહિત ગુરૂમહારાજ પાસે વાસક્ષેપ કરાવવા પૂર્વક અભિમંત્રિત કરાવવી. આ. રત્નશેખરસૂરિ આદિ કૃત કલ્પોમાં સામગ્રી અભિમંત્રણ ‘ગુરુકૃત્ય' સ્વરૂપે કહ્યું છે. (ગુરૂ ભગવંતના અભાવે વિધિકા૨ક સામગ્રી અભિમંત્રણ કરે.) (૧) જલ અભિમંત્રણ ઃ અઢાર અભિષેક વિધાનમાં ઉપયોગી સર્વ જળ આ મંત્ર વડે અભિમંત્રિત કરવું. (નીચેનો મંત્ર ત્રણ વાર બોલીને જળ ઉપર વાસક્ષેપ કરવો.) (C, G પ્રત)
ॐ नमो यः सर्वशरीरावस्थिते महाभूते आ आ आ आप आप आप ज ज ज ज जलं गृह्ण गृह्ण स्वाहा ।
आ ४ पा ४ ज ३; J
(પાઠાંતર અંશ : TD આ ર્ આપ ૪; S, HK,, KJ, PB आ ३ आप ४ ज ५; T ઞ રૂ. આપ ૪૬ ૪; HP, HK,
આ ૨ આ૫ ૪; HA, HS आगच्छ आगच्छ)
(૨) ગંધ અભિમંત્રણ : પંચરત્ન, કષાયચૂર્ણ, મંગલમૃત્તિકા, દર્ભ, પંચગવ્ય, સૌષધિ, મૂલિકાચૂર્ણ, પ્રથમાષ્ટકવર્ગ, દ્વિતીયાષ્ટકવર્ગ, સર્વોષધિ, ગન્ધ, વાસ, ચંદન, કેશર, કપૂરાદિ સર્વ સામગ્રી નીચેના મંત્ર વડે અભિમંત્રિત કરવી. (નીચેનો મંત્ર ત્રણવાર બોલીને સર્વ સામગ્રી પર અભિષેક કરવો.)
ॐ नमो यः सर्वशरीरावस्थिते पृथु पृथु विपृथु विपृथु
-
गन्धान् गृह्ण गृह्ण स्वाहा ।
(પાઠાંતર અંશ : T, J પ્રતમાં ‘વિપૃથુ’ પાઠ એકવાર જ છે. KJ, HT, HK - ‘વિપૃથુ’ પાઠ જ નથી. HA, HS महाभूते आगच्छ आगच्छ सर्वौषधिવન્દ્રન-સમાજમાં. HP, HK, - પૃથુ ૨ વિપૃથુ ૨ાન્ધા રૂ)
શિલ્પ-વિધિ
-
(૩) પુષ્પ અભિમંત્રણ ઃ સર્વ અભિષેકોમાં યથાયોગ્ય ચઢાવવાના સર્વ પુષ્પો નીચેના મંત્ર વડે અભિમંત્રિત કરવા. (નીચેનો મંત્ર ત્રણવાર બોલીને સર્વ પુષ્પો પર વાસક્ષેપ કરવો.)
(૧૪)
હેમકલિકા - ૧