________________
(ત્રોટક) મળ્યા ચોંસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિનાં, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિનાં / અશ્રુતપતિએ હુકમ કીનો, સાંભળો દેવા સવે, ખીરજલધિ-ગંગાનીર લાવો, ઝટિતિ જિન જન્મ મહોત્સવે //
(ઢાળ)
(વિવાહલાની દેશી) સુર સાંભળીને સંચરીયા, માગધ વરદામે ચલીયા, પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશા ભરાવે // ૧ // તીરથ જળ ઔષધિ લેતા, વળી ખીરસમુદ્ર જાતા, જળ કળશા બહુલ ભરાવે, ફુલ ચંગેરી થાળા લાવે // ૨ // સિંહાસન, ચામર ધારી, ધૂપધાણાં કેબી સારી, સિદ્ધાંતે ભાખ્યા જેહ, ઉપકરણ મિલાવે તેહ // ૩ // તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે, કળશાદિક સહુ તિહાં ઠાવે, ભક્ત પ્રભુના ગુણ ગાવે || ૪ |
(ઢાળ) આતમ ભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ, નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધર્મી ધર્મ સખાઈ, જોઈસ વ્યંતર ભવનપતિના, વૈમાનિક સુર આવે, અશ્રુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે / ૧ // અડજાતિ કળશા પ્રત્યેકે, આઠ-આઠ સહસ પ્રમાણો, ચઉસઠ સહસ હુઆ અભિષેકે, અઢીસે ગુણા કરી જાણો, સાઠ લાખ ઉપર એક કોડી, કળશાનો અધિકાર, બાસઠ ઈન્દ્ર તણા તિહાં બાસઠ, લોકપાલના ચાર / ૨ / ચન્દ્રની પંક્તિ છાંસઠ-છાંસઠ, રવિ શ્રેણી નરલોકો, ગુરુસ્થાનક સુર કેરો એક જ, સામાનિકનો એકો,
શિલ્પ-વિધિ
(૧૨)
હેમકલિકા - ૧