________________
(ઢાળ)
જિન જનમ્યાજી, જિણ વેળા જનની ઘરે,
તિણ વેળાજી, ઈન્દ્ર સિંહાસન થરથરે, દાહિણોત્તરજી, જેતા જિન જનમે યદા,
દિશિનાયકજી, સોહમ-ઈશાન બિહું તદા।। (ત્રોટક છંદ)
તદા ચિંતે ઈન્દ્ર મનમાં કોણ અવસર એ બન્યો,
જિન જન્મ અવધિનાણે જાણી હર્ષ આનંદ ઉપન્યો ।।
સુઘોષ આદે ઘંટનાદે ઘોષણા સુરમેં કરે,
સવિ દેવી દેવા જન્મ મહોત્સવે આવજો સુરરિંગરવરે II (અહીં ઘંટ વગાડવો.)
(ઢાળ)
એમ સાંભળીજી, સુ૨વ૨ કોડી આવી મળે,
જન્મ મહોત્સવજી, કરવા મેરુ ઉપર ચલે, સોહમપતિજી, બહુ પરિવારે આવીયા,
માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવીયા ।। (અહીં પ્રભુને ચોખાથી વધાવવા)
વધાવી બોલે હે રત્નકુક્ષિ-ધારિણી તુજ સુતતણો, હું શક્ર સોહમ નામે કશું જન્મ મહોત્સવ અતિ ઘણો ।। એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પંચ રુપે પ્રભુ ગ્રહી, દેવ દેવી નાચે હર્ષ સાથે, સુગિરિ આવ્યા સહી ॥ (ઢાળ)
મેરુ ઉપરજી પાંડુકવનમેં ચિહું દિશે,
શિલા ઉપરજી સિંહાસન મન ઉલ્લસે,
તિહાં બેસીજી, શક્રે જિન ખોળે ધર્યા,
હરિ ત્રેસઠજી, બીજા સિંહા આવી મળ્યા ॥
શ્રી અઢાર અભિષેક વિધાન
(૧૧)
શિલ્પ-વિધિ