________________
રાજોધ. વર્ષ ૧૬ મુ.
અનુપ્રેક્ષા વિચાર.
ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જ્વળ આત્માઓને સ્વતઃવેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે. આહ્રષ્ટિથી જ્યાં સુધી ઉજવળ આત્મા સ ંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે ત્યાં સુધી, તે કથનની સિદ્ધતા કવચિત્ દુલ્હલ છે; તાપણુ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરતાં એ કથનનુ પ્રમાણ કેવળ સુલભ છે એ નિઃસશય છે.
એક નાનામાં નાના જંતુથી કરીને એક મદોન્મત્ત હાથી સુધીનાં સધળાં પ્રાણીઓ, માવિયા, અને દેવ દાનવિયા એ સઘળાંની સ્વાભાવિક ઇચ્છા સુખ અને આનંદ પ્રાપ્ત કરવામાં છે. એથી કરીને તેઓ તેના ઉદ્યાગમાં ગુંથાયાં રહે છે; પરંતુ વિવેક બુદ્ધિના ઉદય વિના તેમાં તેએ વિશ્રમ પામે છે, તે સ ંસારમાં નાના પ્રકારનાં સુખને આરેાપ કરે છે. અતિ અવ લેાકનથી એમ સિદ્ધ છે કે તે આરેપ વૃથા છે, એ આરેપને અનારાપ કરવા વાળા વિરલા માનવિયે વિવેકના પ્રકાશવડે અદ્ભુત પણ અન્ય વિષય પ્રાપ્ત કરવા કહેતા આવ્યા છે. જે સુખ ભયવાળાં છે તે સુખ, સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, જે વસ્તુ ભાગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યા છે, તેમજ પરિણામે મહા તાપ, અનંત શાક, અને અનંત ભય છે, તે વસ્તુનુ સુખ તે માત્ર નામનુ સુખ છેવા નથી જ. આમ હાવાથી તેની અનુરક્તતા વિવેકી કરતા નધી. સંસારનાં પ્રત્યેક સુખ વડે વિરાજિત રાજેશ્વર છતાં પણુ, સત્ય તત્ત્વજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવાથી તેના ત્યાગ કરીને યાગમાં પરમાનંદ માની સત્ય મનઃ વીરતાથી અન્ય પામર આત્માને ભતૃહિર ઉપદેશે છે કેઃ—
ભેાગે રાગભય, કુલે સ્મ્રુતિભય, વિત્તે માને દૈન્યલય, મકે રિપુભય, રૂપે
નૃપાશ્ચાદ્ભય, તરૂણ્યા ભય;
Scanned by CamScanner