________________
હ
૫૪
સમા સંયમિની નગરી યમતણી, ધર્મરાજ છે તેને ઘણી; ચિત્રગુપ્ત લખનારા તહી, કરે કર્મની ગણતી સહી. પાળા છે જમદૂતે ઘણું, અવળા વાળ બહલ તે તણા; કાળા કૂર ભયંકર કાય, હબશી જેવા તે દેખાય. ઉચાં રામ વિકટ મુખ દંત, પાપીને દુઃખ કરે અનંત; મારે માર કરીને રીસ, પાપીજન પાડે બહુ ચીસ. ત્રિાહિ ત્રાહિ મુખ કરે પુકાર, ઉપર મારે માર અપાર; પ્રભુ આજ્ઞા કરી જેણે ભંગ, તેનાં ઉતરડે સહુ અંગ.
તણે છે સૂક્ષમ દેહ, સર્વ કર્મને કર્તા તેહ; તે અંગુઠ માત્ર પ્રમાણુ, દુઃખસુખ તણે તેજ છે જાણ. ૬ અજરામર છે એનું અંગ, તેનું નામ વાસના લિંગ; સ્થળ દેહ તજી પાપી જાય, જમના કિંકર તેને સાય. મારે બહુ મરી નવ જાય, એ નારક દેહ કહેવાય; પાતક પુણ્ય કયા છે જેહ, મારી મુખે મનાવે તેહ. પાપ કર્મના દેવા દંડ, તેમાં નરકતણા છે કુંડ, ગુદ વૈરાટ તણું છે જ્યાંય, યમને રાય વસે છે ત્યાંય. જમડા જોતાં કંપે દેહ, કર્યા કર્મ સંભારે તેહ; અરે હાય હવે શું થાય, દારૂણ દુઃખ તે કેમ ખમાય. ૧૦ રૂ કરગરે લાગે પાય, જરા જમેને દયા ન થાય; જમને રાય વહે છે એમ, તમે ભેગને કીધું તેમ.
૧૧
વેદાણા ઈશ્વરની જેહ, તમે ભંગ કીધી છે એહ; તમે સાંભળ્યા નાસ્તિક ગ્રંથ, માન્ય રાખીને પંથ. ૧૨ હિંસા હ કુટિલતા કરી, ચાર ચોરી કીધી ખરી;
Scanned by CamScanner