________________
दशधा भक्ति विषे. ભજવે સાચે ઈશ્વર જેહ, ભક્તિનામ કહે જન તે; એવી ભક્તિ દશષા સાર, તેમાં મુખ્ય પરા નિર્ધાર. ઉપજે પ્રેમ બ્રહપર બહુ, પરાભક્તિ તે તેને કહ્યું, અતિ પ્રેમ અંતર છલકાય, તેણે વિશ્વપતી વશ થાય. ઉપજે પ્રેમ અંગમાં બહ, ટળે મનેમળ જનના સહ રેમ જેમ ઉઠે રંકાર, પ્રેમ આંસુની ચાલે ધાર. દેહ ગેહનું ભૂલે ભાન, લાગે એક ઈશમાં ધ્યાન, ગાતાં ગદગદ કંઠે થાય, દિવ્ય બ્રહ્મ કર્તા દષય. ત્ર લોકતણું સુખ જેહ, તરણા તુલ્ય ગણે સહુ તેહ દેહ ગેહમાં જે અવકાશ, તેમાં દેખે બ્રા પ્રકાશ. પરા ભક્તિ કહે છે મુની એહ, ઉગ્ર પુણ્યથી આવે તેહ; મનમાં પરા ભક્તિ જે થાય, પુણ્ય ફળે ને પાતક જાય. ૭. પરા ભક્તિથી પ્રકટે જ્ઞાન, સતત રહે બ્રહ્મમાં ધ્યાન; અતિ ઉત્તમ ભક્તિ છે તેહ, ક્ષતણું સાધન છે એહ. ૮ મનની કિયાવડે એ થાય, પરાભક્તિ દશમી કહેવાય; નવધા બાહ્ય ક્રિયાથી થાય, માટે કિયાભક્તિ કહેવાય. ૯ ક્રિયા ભક્તિ છે સાધનરૂપ, પરાભક્તિ જાણે ફળ રૂપ, કિયા ભક્તિ નવધા મુનિ કહે, શ્રદ્ધાવંત મહાજન ગ્રહે. ૧૦ પિહેલી શ્રવણુભક્તિ કહેવાય, બીજી કીર્તન ભક્તિ ગણાય; ત્રીજી સ્મરણ ભકિત મુનિ કહે, સેવાભકિત ચોથી ગ્રહે. ૧૧ પૂજાભક્તિ તે પાંચમી, વદનભકિત છઠ્ઠી ગમી, દાસ્યભક્તિ કહે છે સાતમી, સખ્યભકિત ગણવી આઠમી. ૧૨ આત્મનિવેદન નવમી કહી, કહું છું અર્થ એમને સહી
Scanned by CamScanner