________________
[૨.૧] ભણવું હતું ભગવાન શોધવાનું
૪૧
આને શું કરવાની, તોપને બારે ચઢાવવાની છે ભાષા-બાષાને ? પાછી આવતા અવતારે આ ભૂલી જવાની, પાછી મરાઠી શીખવાની. પછી એના પછીના અવતારે એ ભૂલી જવાની, પછી હિન્દી શીખવાની. પછી મુસ્લિમની ઉર્દૂ શીખવાની. આને શું કરવાનું ? જે ભૂલી જવાનું એને શીખવાનું શું ?
અને તેય ગયા અવતારનું શીખેલું તે આવડે. એમાં ના શીખેલું તો આવડે જ નહીં કોઈ દહાડો. આ તો શીખેલા પર આવરણ રૂપે એક પડ આવ્યું હોય, બે પડ આવ્યા હોય. જેટલા અવતાર જાનવરમાં ગયો હોય ને, એટલા પડ આવી ગયા હોય. જાનવરમાં ના ગયા હોય તો એક પડ હોય તો ભણવામાં ફર્સ્ટ નંબર પર આવતો હોય.
એનું એ જ અજ્ઞાત ભણે તે પાછું આવરાય એકની એક વસ્તુ લાખો અવતાર ભણતર કર્યા કર્યું છે. અનંત અવતારથી એનું એ જ ભણે છે ને પાછું આવરાય છે. અજ્ઞાનને ભણવાનું ના હોય. અજ્ઞાન તો સહજ ભાવે આવડે, જ્ઞાનને ભણવાનું. મારે આવરણ ઓછું, તે તેરમે વરસે ભાન થયેલું. મને નાનપણથી આવા ને આવા જ વિચારો આવ્યા કરે કે રોજ એની એ જ વસ્તુઓ, તે કંટાળો આવે. તેથી ભણતા નહોતું આવડતું ને ! ભણવામાં નહોતું આવડતું, તેનું કારણ આ જ. આનો આ જ વિચાર આવ્યા કરે. અમારે ભણવાનું ચિત્તની ગેરહાજરીમાં થતું. તે નાપાસ થતો, તે ડફોળ કહેવાયો.
પછી જ્યારે મોટાભાઈ આવે ને, તો આ ભણવાનું બધું ના જુએ. તે બધા માસ્તરો એમના મિત્રો હોય, તે સોમાભાઈ માસ્તર મણિભાઈને કહે કે તમારો ભઈ છે શિયાર પણ બરોબર ભણતો નથી. એટલે ભાઈ વઢે મને. ‘તું ધ્યાન રાખતો નથી, વાંચતો નથી.” તે સાંભળી લઉં પણ મનમાં થાય કે મારે તો સંપૂર્ણ સ્વતંત્ર થયું હતું. તે ૧૯૫૮માં (જ્ઞાન થયું ત્યારે) સંપૂર્ણ સ્વતંત્ર થયો.
વર્લ્ડનું કલ્યાણ કરવાનું નિમિત્ત લઈને આવ્યો છું ત્યારે માસ્તર તો મને કહે, ‘અહીં ભગવાન-બગવાન ના હોય. અહીં