________________
૩૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
આ બધી. એટલે આ કૉમનસેન્સ તે ચોગરદમની, ઑલ રાઉન્ડ. ક્યાંથી નિવેડો થાય ? બીજું બધું થાય એ આવડે. એટલે ભણાય નહીં ને ! એ ના આવડે, તેથી મેટ્રિકમાં ફેલ થયો ને !
પ્રશ્નકર્તા : દાદા, એ જે કૉમનસેન્સ છે તે કેવી રીતે આવતી હશે? એ જે કોઠાસૂઝ કહે છે એ કેવી રીતે આવે ?
દાદાશ્રી: પૂર્વનું બધું, પૂર્વનો સામાન બધો લઈને આવેલો. એ શક્તિ બહુ સરસ, કામ કાઢી નાખે. એ શક્તિ બહુ ઓછા માણસનામાં હોય.
પ્રશ્નકર્તા પછી દાદા, છેલ્લે શું થયું? પાસ થયા કે નહીં ?
દાદાશ્રી : પછી જેમતેમ ફોર્થમાં આવ્યો. ત્યારે મેં ગોખી નાખેલું, મોઢે કરી નાખેલું. તે પાસ થઈ ગયો. તે ગામમાં હો હો થયેલું. અલ્યા ! આ છેલ્લા નંબરે નાપાસ થનાર પાસ થઈ ગયો !
માસ્તરતા ઠપકે કહ્યું કે હું તો ફસાયો છું' પ્રશ્નકર્તા : દાદા, કોઈ માસ્તરો તમને ઠપકો આપતા?
દાદાશ્રી : તે હું અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. ત્યારે સોમાભાઈ કરીને એક માસ્તર હતા, ગ્રેજયુએટ પ્રોફેસર, તે મારા બ્રધરના ફ્રેન્ડ થતા હતા. એક ફેરો સોમાભાઈ માસ્તર મને ટૈડકાવવા માંડ્યા ને કહ્યું કે તારા આટલા વરસો પાણીમાં ગયા ! તને સાત વરસ થયા તોય અંગ્રેજી બોલતા આવડતું નથી. અંબાલાલ, તું લહેરપાણી કરું છું, આ ફર ફર કરું છું ને ભણતો નથી બરોબર. આ તું તારી જિંદગી ખરાબ કરું છું. અને મને તારા મોટાભાઈ મણિભાઈનો ઠપકો મળશે.
તે કહે છે, “તું સારી રીતે ભણતો નથી અને રમતમાં ધ્યાન વધારે રાખે છે. તારા ભાઈ મારા ફ્રેન્ડ થાય, એટલે મારે એમને કહેવું પડશે. મારે મારા ભઈબંધને કાગળ લખવો પડશે કે તું વાંચતો નથી, બરોબર ભણતો નથી ને ટાઈમ બગાડે છે.” ત્યારે હું કહેતો કે મારા ભાઈ કોન્ટ્રાક્ટમાં પડ્યા છે, તે ક્યાં નવરા છે ?' ત્યારે કહે, ‘તારા બાપા મૂળજીભાઈને કહી દઈશ કે તું બહુ તોફાન કરું છું.” મેં કહ્યું, “જુઓ, મારી હકીકત