________________
[૨.૧] ભણવું હતું ભગવાન શોધવાનું
૩૭ પ્રાપ્તિ કરવી છે, તો બધા પિરિયડને એટેન્શન આપવું. અને તેમ છતાં ના અવાય કોઈ કારણથી, કુદરતી કારણથી તો એ ડિફરન્ટ મેટર (જુદી વસ્તુ). આપણે જાણી-જોઈને એ ના કરવું.
બીજા બધા જ્યાં ફેલ, ત્યાં દાદા પાસ પ્રશ્નકર્તા: દાદા, લંડનમાં તમારા એક ભાઈબંધ મળ્યા'તા ને, એક પાટલી પર તમે બન્ને બેસતા એ, પેલા હરિહરભાઈ.
દાદાશ્રી : હા, હરિહર પ્રભુદાસ. ત્યાં આગળ તે મેં બોલાવડાવ્યા ત્યારે એમને (મહાત્માને) કહે છે, આ દાદા મારા ભાઈબંધ, એક પાટલી ઉપર અમે બેઠા'તા, તે મારા જિગરજાન દોસ્ત છે. અલ્યા, ઈઠ્યોતેર વર્ષે ના બોલીશ જિગરજાન તે. ઈઠ્યોતેર વર્ષના તે શાના જિગરજાન ? પણ તે દહાડે હતા જિગરજાન.
પ્રશ્નકર્તા : પછી એમણે એક પોલ બહાર પાડી કે હું એક વરસ પાછળ હતો પણ તમે ફેલ થયા તે બે જોડે થઈ ગયા.
દાદાશ્રી : હા, ફેલ થયા એટલે જોડે થઈ ગયા.
પ્રશ્નકર્તા: દાદા, તમે ત્યાં (સ્કૂલમાં) ફેલ થયા, બીજા બધા અહીંયા (સંસારમાં) ફેલ થયેલા બેઠા છે.
કોમનસેન્સ બધી બાજુતી, પણ ભણવામાં નહીં
દાદાશ્રી : સ્કૂલમાં નહોતું આવડતું એનું કારણ શું ? કૉમનસેન્સ બધી બાજુની હતી. એટલે જેને બધી બાજુથી કોમનસેન્સ હોય ને, તેને એક બાજુ ના આવડે, એક લાઈન પૂરી ના કરી શકે.
એટલે સમજતો હતો કે આ ભણવાનું આપણાથી પૂરું થાય નહીં, આ તો વેદિયાનું કામ, અને ફળમાં છે તે નોકરી ખોળવાના આ લોકો.
પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી ને મારે નોકરી જોઈતી નથી. મને પરવશતા ફાવે નહીં