________________
૩૦
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
પોતે ભાણાભાઈ થયા, તેથી ગણે દેવ જેવા પ્રશ્નકર્તા : દાદા, ડોબા (ભેંસો) લઈને ત્યાં તળાવે જાવ ખરા કોઈવાર ?
દાદાશ્રી : ના, હું ગયેલો નહીં. એવું તો કો'ક દહાડો જવાનું હોય, રોજ જવાનું હોય નહીં. એ તો ભાણાભાઈના જેવું, ભાણાભાઈનો રોફ રાખે.
પ્રશ્નકર્તા : હા, ભાણા-ભાણીને બહુ રાખે.
દાદાશ્રી : અમે ત્યાં દેવ ગણાઈએ. ત્યાં બધા ગામડામાં અમને તો દેવ ગણે, ભાણા-બાણા બધાને દેવ ગણે. કારણ કે આ તો પૈઠણ આપેલી મોટી-મોટી. એટલે એમને તો દેવ ગણે. એટલે આવું તે હલકું કાર્ય અમારાથી ના થાય. એને અડાય નહીં ને તેઓ અડવાયે ના દે.
આટલો અમથો તોય મોટા ભાણાભાઈ, ભાણાભાઈ, તરીકે માને. મેં અપમાન તો જિંદગીમાં જોયેલું જ નહીં, કોઈ જગ્યાએ. અમારા ગામમાંય નહીં જોયેલું અને બહારેય નહીં જોયેલું.
મકરસંક્રાંતિ ખરી રીતે સૂર્યને જોવા માટે પ્રશ્નકર્તા ઃ બીજા નાના છોકરાં રમતો રમતા એવી તમે પણ રમતા ?
દાદાશ્રી : નાનપણમાં એક ભઈબંધ આવ્યો. એને પતંગ ઉડાડી ને પછી એમાં ફાયદો શું થાય પૂછયું. ઊડાડવામાં ફાયદો શાનો ? “આ તો બહુ મજા આવે' કહે છે. મેં કહ્યું, “એ તો પાછો હાથ આમ આમ કરવો પડે બળ્યો.” તે એને જોયા કરું, પછી નીચે ઠોકર વાગે છે કે નહીં તે જોવાનું નહીં અને આપણે દોડ-દોડ કરવાનું બળ્યું ! મેં કહ્યું, “આ વેપાર માટે ના પોસાય. અઘટિત વેપાર મારે જોઈએ નહીં, તું કર બા.'
એટલે હું નાનો હતો ત્યારે પતંગો લોક ઉડાડતા અને હું ભાઈબંધ સાથે બેસતો અને જોતો. ત્યારે ભાઈબંધો કહેતા કે “ત્રણ વરસ થયા,