________________
થોડીવાર પછી જોડે જમવા બેઠા હોય. કપટ નહીં, તેથી મન જુદા ના પડી જાય. આ તો અહંકાર જ ભારે બધાના.
કુટુંબમાં ભત્રીજા ઉંમરમાં મોટા હોય તોયે અંબાલાલકાકાનો વિનય જાળવે. એકબીજાનું માન જાળવે. બે જણ માંહ્યોમાંહ્ય લડતા હોય પણ ત્રીજો સામે આવે તો બે ભેગા થઈ ત્રીજા સાથે લઢવા માંડે. આમ રાગદ્રષવાળા વ્યવહાર હતા.
પાછું પિતરાઈમાં સ્પર્ધા બહુ હોય પણ અંબાલાલભાઈ સ્પર્ધામાં ક્યારેય આવતા નહોતા. લોકો સ્પર્ધામાં આગળ જવા સામાની શક્તિને તોડી નાખે, ત્યારે અંબાલાલભાઈ “બધા મારાથી આગળ વધો, પાછળ ના રહી જશો એવી ભાવનાવાળા. હું તમને આગળ વધવામાં હેલ્પ કરીશ.' એવું આખી જિંદગી રાખેલું.
ભત્રીજાઓ સાથે અથડામણમાં પોતે એડજસ્ટમેન્ટ લેતા. જરૂર પડે તો કોઈ ભત્રીજાની ગાડી ઊંધે પાટે ગઈ હોય તો એને ખખડાવીને, વાળીને સુધારતાય ખરા !
કુટુંબમાં કે મિત્રોમાં કોઈને એકબીજા સાથે અંદર-અંદર વિખવાદ થઈ ગયો હોય તો પોતે વેલ્ડિંગ કરી આપે. અને વેલ્ડિંગ કરનારો છેવટે માર ખાય, પણ માર ખાઈનેય પેલા બેને તો સાંધી આપ્યું !
કુટુંબની એક વ્યક્તિ એવી પ્રકૃતિની હતી કે એમના કોટના ગજવામાંથી નાનકડી રકમ ચોરી લે. તો પણ એ વ્યક્તિની પ્રકૃતિ સ્ટડી કરી એને “ચોર છે” એવો અભિપ્રાય નહોતો આપ્યો. કારણ કે ચોર હોત તો બધા પૈસા લઈ જાત. પૈસા જતા કરીને “એ ચોર છે” એવો પ્રિજ્યુડિસ રાખ્યા વગર પેલી વ્યક્તિનેય સુધારે, એવી અદ્ભુત વ્યવહાર કળાઓ એમની પાસે હતી.
ઘરની બીજી વ્યક્તિઓ જે દૃષ્ટિથી જુએ એની સામે પોતે એવી દૃષ્ટિથી જુએ કે એ વ્યક્તિમાં કંઈક પૉઝિટિવ વસ્તુ ખોળી કાઢે. પૉઝિટિવને એન્કરેજમેન્ટ (પ્રોત્સાહન) આપે, જેથી નેગેટિવ જાતે જ પડી જાય. આમ માણસની જિંદગી સુધારી આપતા.
જાતજાતની પ્રકૃતિવાળા કુટુંબમાં એમને ભેગા થતા. ત્યારે પોતે
42