________________
[૮.૪] ભાભીના ઊંચા પ્રાકૃત ગુણો અંબાલાલભાઈની શોધખોળ કે આવું સ્ત્રીચારિત્ર, લોભ, તો શી રીતે આ નોબલ ઘરમાં પેઠા ? તે પછી સમજી ગયેલા કે એક ગુણ મળતો આવેલો કે એમનું ચારિત્ર હાઈ ક્લાસ. ચારિત્રમાં ઊંચા, સતી દેવું. જો કોઈ એમના તરફ દૃષ્ટિ બગાડે તો એનું આવી બન્યું, એના સાંધા તોડી નાખે એવા ક્ષત્રિયાણી હતા. એમણે પરપુરુષ તરફ દૃષ્ટિ નહીં કરેલી કોઈ દિવસ. આ બાબતમાં એમના પ્રત્યે રાગ ને બીજી રીતે કડવા ઝેર જેવા લાગેલા. ચારિત્ર ઊંચું એટલે બહુ સારો ગુણ કહેવાય. પચાસ વર્ષ વિધવા સ્થિતિમાં ગાળ્યા (દાદાશ્રીની હાજરીમાં જ્યારે દિવાળીબા ૮૦ વર્ષના હતા, ત્યારે દાદાશ્રી એમના ભાભી ૫૦ વર્ષ વિધવા સ્થિતિમાં એમ કહે છે.) છતાં એમના ચારિત્રની બૂમ નહીં પડેલી. આમ યોગિણી જેવા, પવિત્ર સ્ત્રી ! આવો ઉત્તમ ગુણ, તેથી એમના તરફ હંમેશાં પૂજ્યતા રહેલી.
ભાભી પણ કહેતા, કે મારા દિયર લક્ષ્મણજી જેવા છે. લક્ષ્મણજીએ સીતાને રાખ્યા હતા, એમ મને રાખી છે !
દિવાળીબા ત્રીસ વર્ષ વિધવા થયેલા, તે પછી સ્વામીનારાયણ ધર્મમાં વળી ગયેલા. તે ધર્મે એમનું રક્ષણ કર્યું. કોઈ સ્ત્રી-પુરુષને અડવું નહીં એવા બધા એમણે ધર્મના નિયમો લઈ લીધેલા. તેઓ બહેનોને ઉપદેશ આપે, શાસ્ત્રની સમજણ પાડે. આખી જિંદગી ભક્તિ કરી સહજાનંદ સ્વામીની અને સત્સંગી તરીકે રહ્યા.
પછી તો ભાભી છેલ્લા પંદર-વીસ વર્ષ દાદાશ્રીને પગે લાગે, આરતી હઉ ઉતારે. આમ રાગ-દ્વેષના હિસાબ પૂરા થતા ગયેલા.
[૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા અહીં દાદાશ્રી કુટુંબની વ્યક્તિઓની પ્રકૃતિ ખુલ્લી કરે છે, જોડે જોડે એકબીજા વચ્ચે પ્રેમ-લાગણી પણ દેખાય છે.
કુટુંબ જોડે બ્લડ રિલેશન (લોહીનો સંબંધ) ગણાય, પણ જ્ઞાનની, જ્ઞાનીની ઓળખાણ પડે તો કલ્યાણ થાય. બાકી બ્લડ રિલેશન હોય ત્યાં રાગ-દ્વેષ હોય જ. પણ પટેલ પ્રકૃતિ એટલે પાંચ મિનિટમાં લઢી પડે અને
41