________________
જઈને સ્વતંત્ર ધંધો કરીશું, એમ વિચારેલું. પણ ભાઈનો પ્રેમ તે મોટાભાઈ એમને પાછા બોલાવી ગયા. આ પ્રસંગ પરથી મોટાભાઈ સમજી ગયેલા કે આ બાઈની પ્રકૃતિ ભારે છે
!
ઘર છોડીને અમદાવાદ જવાનો આખો પ્રસંગ અહીં વર્ણન થયો છે. તે પોતાની પૈસા સંબંધી વિચારણા ચાલી, પરંતુ પ્યોરિટીમાં રહીને ઘરેથી નીકળ્યા. મિત્ર ભેગો થતા એની પાસે પૈસા માગવા પડ્યા છતાં જરૂરિયાત કરતા વધારે ન લીધા. ઘરેથી નીકળી ગયા, એટલે ભાઈ શોધશે તો ? માટે ટપાલ લખી મોટાભાઈને જાણ કરી.
જેને ત્યાં અમદાવાદ જવાનું છે તે માણસનું એડ્રેસ ખબર નહોતું, તે કોઠાસૂઝથી એનું ઘરનું એડ્રેસ શોધીને પહોંચ્યા. ધંધો નવા માણસ જોડે ભાગીદારીમાં કરવાનો તે પણ પરવશતા ના રહે, એ રીતે એની જોડે નક્કી કરેલું.
આમ ડગલે ને પગલે એમની વ્યવહારિકતા ખુલ્લી થાય છે. વિચારીને, મંથન કરીને કોઈને અડચણ ના પડે તે જાગૃતિ પણ છે ! અને મોટાભાઈ પાછા બોલાવવા આવ્યા, તો ભાઈનો વિનય રાખીને ભાઈના એક જ શબ્દ ઉપર પોતે પાછા ફરી ગયા. આમ આ પ્રસંગમાં એમનો સૂઝ સાથે આદર્શ વ્યવહાર ખુલ્લો થાય છે. એ પ્રસંગનું વર્ણન કેટલું તાદૃશ્ય ખુલ્લું કરી શકે છે !
મોટાભાઈ ગુજરી ગયા પછી લોક આશ્વાસન આપવા આવે, તે જે કોઈ આવે તે ભાભીને રડાવે. ત્યારે અંબાલાલભાઈ સમજી ગયેલા કે આમને લોક મુશ્કેલીમાં મૂકશે. તે પછી ઝવેરબાને કહી દીધેલું કે તમે લોકોને કહો કે તમારે ભાઈ સંબંધી વાતચીત વહુ જોડે કશી કરવી નહીં. આમ લોકોના વેણો સામે ભાભીને રક્ષણ આપેલું.
ભાભીનો સ્વભાવ આકરો. તે ધાર્યું ના થાય તો ત્રાગુંય કરે. ત્રાગું એટલે સામાને બિવડાવી મારીને પોતાનું ધાર્યું કરાવે. પણ અંબાલાલ એમના ત્રાગાને ગાંઠતા નહીં. છેવટે ભાભી બોલ્યા કે ‘આમના જેવો પુરુષ મેં જોયો નથી. કોઈ પુરુષને હું ગાંઠી નથી, એક ફક્ત આમને ગાંઠી. આમને હું જીતી ના શકી.’
39