________________
જુએ અને સમજી ગયેલા કે આ ભાભી છે તે ભાઈ જોડે સ્ત્રીચારિત્ર રમ્યા. વાઘ જેવા મોટાભાઈને બકરી જેવા બનાવી દીધેલા.
એમને કંઈ કામ કરાવવું હોય તો મોટાભાઈને દબડાવે, બિવડાવે કે “મારે સૂરસાગરમાં પડવું પડશે, તમારા ભાઈને લીધે.’ તે મોટાભાઈ ગભરાઈ જાય. કારણ કે એમના પહેલી વખતના વાઈફ મૃત્યુ પામેલા તેનો આરોપ મોટાભાઈ પર આવેલો. અને બીજીવારના વાઈફને જો કંઈ આવું થાય તો ? તે ભડકના માર્યા દબાઈ ગયેલા. છેવટે ભાઈને ખબર પડી ગઈ હતી કે આ બાઈ રમત રમે છે અંદરખાને.
બીજીવારના વાઈફ એટલે મોટાભાઈ એમને ખુશ રાખવા ધંધાની વાત કરે, કે “આ સાલ આમ ધંધો ચાલે છે, આમ કમાણી થઈ.” તે ધીમે ધીમે ભાભીએ ધંધામાં હાથ ઘાલી દીધો. પછી હિસાબ પૂછવા માંડ્યા. ‘હમણે શું ચાલે છે, કેટલી કમાણી છે” એ બધું મોટાભાઈને પૂછે. એમ અંબાલાલને પૂછે, પણ આમનો અહંકાર જરા ભારે, તે ભાભીને કહી દીધેલું કે “હું હિસાબ નહીં આપે. તમારે ધંધામાં બિલકુલ હાથ ઘાલવો નહીં. મારી સ્વતંત્રતા પર કાપ ના ચાલે. હું કંઈ અહીં નોકર નથી, હું તો માલિક છું.”
આમ દિયર-ભાભી વચ્ચે ટકરામણ ચાલ્યા કરે. જમવામાંય કચકચા થઈ જતી. અંબાલાલને જમવામાં વેઢમી હોય ત્યારે ઘી જોઈએ વધારે પડતું, જ્યારે ભાભી થોડું થોડું મૂકે. તે આમને પોસાય નહીં, અકળામણ થાય. મોટાભાઈને સારું સારું મૂકે અને અંબાલાલને ઓછું આપે. પાછા મણિભાઈ કહે કે “આવું કેમ કરો છો ?” ત્યારે ભાભી કહે, “એમને જેટલું જોઈએ એટલું લે.” પણ અંબાલાલને આવો વ્યવહાર ફાવે નહીં, ચીઢ ચઢે. એટલે ભાભી જોડે ખાવાની બાબતમાં ભાંજગડ થયા કરે. - એક ફેરો ભાભી જોડે બોલાચાલી થઈ, ત્યારે મોટાભાઈની હાજરી નહોતી. તે અંબાલાલને મનમાં ખોટું લાગ્યું. “શેને માટે આવું કરે છે ? શેને માટે પરવશ રહેવું ભાભીના ? આના કરતાં સ્વતંત્ર રહેવાય તો વધારે સારું. હવે છૂટા થઈ જાવ આમનાથી.” તે પછી ઘર છોડીને અમદાવાદ જતા રહેલા, મિત્રને ત્યાં. ત્યાં
38