________________
તેઓ જીવનમાં એક બાબતમાં અણીશુદ્ધ ચોખ્ખા રહ્યા હતા, તે છે વિષય-વિકારી સંબંધ. કુળના અભિમાનથી આ એક સચવાઈ ગયેલું કે
ક્યાંય સ્થળ વિષય-વિકારી સંબંધ થયેલા નહીં. જુજ માનસિક વિકાર દોષ થયેલા. તે તો ડાઘવાળું કપડું સાબુથી ધોવાથી ચોખ્ખું થઈ શકે, એમ માનસિક દોષો ધોઈ નાખીને ચોખ્ખા થઈ ગયેલા.
[૫] મધર
[૫.૧] સંસ્કારી માતા પોતાના કુટુંબ વિશે દાદાશ્રી કહે છે કે અમારા મધર ઝવેરબા રૂપાળા, ફાધર રૂપાળા, મોટાભાઈ પણ રૂપાળા. બા તો દેવી જેવા. સંસ્કાર ઊંચા, પ્રેરણા આપે એવા. ઝવેરબાના ફાધર-મધર તેય રાજેશ્રી ઘર, ઊંચોચોખ્ખો માલ, એ ઘરમાં સદાવ્રત કાયમ ચાલુ જ રહેતા. એમના ઘરેથી કોઈ ભૂખ્યું ના જાય પાછું. સાધુ-સંન્યાસી જે આવે તેને ઉતારો આપે, જમાડે, એમની સેવા કરે. આવા લોકોને ત્યાં ઊંચા માણસોના જન્મ થાય. તેથી ત્યાં ઝવેરબાનો જન્મ થયેલો. (દાદાનો જન્મ મોસાળમાં થયેલો.)
મધરના ગુણો પણ ઉત્તમ હતા. ઑબ્લાઈજિંગ નેચર, પોળમાંથી નીકળે તો દરેક ઘરવાળા બાને “જય શ્રીકૃષ્ણ” કરવા બહાર આવી જાય. બાએ કોઈને પજવ્યા હોય એવું બન્યું નથી. કોઈ અપમાન કરી જાય, પછી એ ફરી આવે તો બા એવા જ પ્રેમથી બોલાવે એવી કરુણાવાળા, સમતાવાળા, ખાનદાની !
લોકોને ભાવથી જમાડે એવા પ્રેમવાળા, કોઈ દહીં લેવા આવે તો તરવાળું દહીં આપે.
બાનો ધીરજવાળો, હિંમતવાળો સ્વભાવ. એક વખત મૂળજીભાઈ રાત્રે બહાર સૂઈ ગયેલા, તે મોટો સાપ શરીર પરથી પસાર થયો. બાએ જોયું પણ ધીરજ રાખી સાપ શરીર પરથી પસાર થઈ ગયા પછી બાપાને ઊઠાડ્યા. આવી બાની ધીરજ !
બાના સંસ્કાર અને વહુઓને સારા મળેલા, દિવાળીબાને અને હીરાબાને.
31