________________
(૬૪૮)
ગદષ્ટિસમુચ્ચય
અર્થ – અનંતર ક્ષણે અભૂતિ અહી જેને (વર્તમાનને વા વાદીને) આત્મભૂત છે, તેને તેની સાથે અવિરોધથી તે વર્તમાન નિત્ય હેય, વા સદૈવ અસત જ હેય.
વિવેચન અનંતર અર્થાત આગલી–પાછલી ક્ષણે અભાવ–નહિ હોવાપણું, એ જે વર્તમાનવાદીના અભિપ્રાયે આત્મભૂત છે, અર્થાત આત્માને જે આગલી–પાછલી ક્ષણે અભાવરૂપનહિં હોવારૂપ માને છે, માત્ર વર્તમાન ક્ષણે જ ભાવરૂપ-હોવારૂપ માને છે, તેને અનેક દેષ આવે છે. તે આગલી–પાછલી ક્ષણે અભાવ સાથે તેના વર્તમાનભાવને અવિરેાધ છે, તેથી તે વર્તમાન (૧) કાં તે નિત્ય હોવો જોઈએ, અને (૨) કાં તે સદાય અસત્ જ અવિદ્યમાન જ હોવું જોઈએ,–આમ આ બે પક્ષ અને સંભવે છે. આ બન્ને પક્ષ દૂષિત છે, અને તેથી ક્ષણિકવાદને મત ખંડિત થાય છે. તે આ પ્રકારે –
(૧) ક્ષણિકવાદી એમ માને છે કે આત્માદિ વસ્તુ ક્ષણસ્વરૂપ છે, આગલી–પાછલી ક્ષણે અવિદ્યમાન-અભાવરૂપ છે, માત્ર વર્તમાન ક્ષણે જ વિદ્યમાન–ભાવરૂપ છે. આ મત
- જેના આત્મભૂત છે, તેને પોતાના આત્મા ઉપર જ આ ઘટાવીએ તે વદનારે તે આમ વિરોધ આવે છે :-આગલી–પાછલી ક્ષણે અભાવ છે એવી તેની ક્ષણિક નહિં” માન્યતાની સાથે અવિરેધને લીધે, વર્તમાન ભાવે તે તે પિતે છે.
કારણકે આગલી–પાક્લી ક્ષણે જ નહિં હોવાપણું તે કહે છે, એટલે તે બેની વચ્ચેની વર્તમાન ક્ષણે તે તેનું વિદ્યમાનપણું-વત્તમાનપણું તે સ્વીકારે છે. આમ જે વર્તમાનભાવે વર્તમાન છે, તે નિત્ય હવે જોઈએ, કારણકે “સદા તદ્ભાવ થકી તદ્વત’ તે ભાવવંત હોય એમ નિયમ છે. અર્થાત જે જે ભાવવાળે હોય તે તદ્દભાવથી સદા તે ભાવવાળો હોવો જોઈએ. એટલે વર્તમાન ભાવવાળે તે સદા વર્તમાન ભાવવંત હવે જોઈએ. અર્થાત્ તે નિત્ય હોવો જોઈએ. અને આમ નિત્ય પક્ષની સિદ્ધિ થતાં, ક્ષણિકવાદ ઊડી જાય છે. (૨) વળી આગલી-પાછલી ક્ષણે અભાવ છે એમ જે જાણે છે ને કહે છે, તે પિતે જે આગલી–પાછલી ક્ષણે વિદ્યમાન ન હોય, તે તેમ કેમ જાણી-કહી શકે વાર? એટલે તે પોતે જે વર્તમાન ક્ષણે વિદ્યમાન છે, તે આગલી–પાછલી ક્ષણે પણ વિદ્યમાન હોવો જ જોઈએ. આમ જે વસ્તુ ક્ષણિક છે એમ જાણી વદે છે, તે વદનારે પોતે ક્ષણિક નથી, એમ અનુભવથી નિશ્ચય જણાય છે. (જુઓ પૃ. ૮૧, આત્મસિદ્ધિની ગાથા). તાત્પર્ય કે આત્મા ક્ષણિક નહિ, પણ નિત્ય છે.–એટલે વાદીએ કાં તે નિત્ય પક્ષને સ્વીકાર કરવો જોઈએ, અને કાં તે પિતાના વર્તમાન ક્ષણે પણ વિદ્યમાનપણાનો પક્ષ છોડી દે જોઈએ. અને એમ જે કરે તે તે સદાય અસત્ જ-અવિદ્યમાન જ થઈ પડે ! કારણકે તેઓના મતે આગલી પાછલી ક્ષણે તે અભાવરૂપ છે, અને આમ વર્તમાન ક્ષણે પણ જે ન હોય, તે તે સદાય અભાવરૂપ જ હોવાથી સદાય અસત જ હોય, અવિદ્યમાન જ હોય.