________________
પર દષ્ટિ પર દષ્ટિના કળશ કાવ્ય
(૬૨૭) સાક્ષાત મોક્ષપદ નીસરણ સમાણી, એવી અપૂર્વ ગુણશ્રેણી ચઢત નાણી; ચોગીશ્વર પરમ કેવલશ્રી વરે છે, જે નિત્ય ઉદયી નિરાવરણ ઠરે છે. ૧૫ર આકાશમાં પ્રકૃતિથી સ્થિત જેમ ચંદ્ર, શુદ્ધ સ્વભાવ સ્થિત છે ત્યમ આત્મચંદ્ર; સચંદ્રિકા સમ જ કેવલ જ્ઞાન લેવું, તે જ્ઞાન આવરણ મેઘસમૂહ જેવું. ૧૫૩ તે ઘાતિ કર્મ ઘન શું વિખરે ઝપાટે, સંન્યાસ ધર્મરૂપ વાયુ તણા સપાટે ત્યારે શ્રીમાન પરમ કેવલજ્ઞાન પામે, ને જ્ઞાનકેવલી કહાય યથાર્થ નામે. ૧૫૪ સર્વેય દોષ ક્ષીણુ સાવ જ વત્તનારા, સર્વજ્ઞ લબ્ધિફલ સર્વે જ ભગ’નારા; સાધી પરાર્થ પર તેહ પર કૃપાળુ, ગાંત શ્રીમદ મુનીંદ્ર લહે દયાળુ. ૧૫૫ શૈલેશમાંહિ સહજાન્મસ્વરૂપ સ્વામી, પામી જ શીઘ પર બેગ અગ નામી; વ્યાધિ ભવ ક્ષય કરી નિરવાણ પામે, સુસ્થિત તેહ ભગવાન્ નિત સૌખ્ય ધામે. ૧૫૬
॥ इति महर्षिश्रीहरिभद्राचार्यविरचिते किरत्चंद्रसूनुमनःसुखनंदनेन भगवानदासेन सुमनानंदनीबृहत्टीकाख्यविवेचनेन सप्रपञ्चं विवेचिते श्रीयोगदृष्टिसमुच्चयशास्त्रे अष्टमी परा दृष्टिः ॥