________________
(૫૭૪)
ગદષ્ટિસમુચ્ચય સુખ નથી, પણ દુઃખ જ છે, અથવા કેવલ સુખાભાસ જ છે, એમ આપણે પૂર્વે વિરતારથી વિચારી ગયા. જેમાં એક શુદ્ધ આત્મવસ્તુનું જ અવલંબન છે, એવું નિરપેક્ષ આત્મસુખ
એ જ વાસ્તવિક સુખ છે કારણકે “સાપેક્ષ ગરમર્થ, નિરપેક્ષ સમર્થ ' સાપેક્ષ તે અસમર્થ છે, નિરપેક્ષ તે સમર્થ છે, આમ પરમાર્થ પરિભાષા છે.
આશા એરનકી કયા કીજે ? ગાન સુધારસ પીજે...આશા ભટકે દ્વાર દ્વાર લેકનકે, કુકર આશા ધારી...આશા આશા દાસીકે જે જાયે, તે જન જગકે દાસા.આશા ”—શ્રી આનંદઘનજી,
અથવા આકુલતા એ દુઃખનું લક્ષણ છે, અને નિરાકુલતા એ સુખનું લક્ષણ છે, એ વ્યાખ્યા પણ ઉપરોક્ત વ્યાખ્યા સાથે બંધબેસતી છે, ને તેને પુષ્ટ કરે છે; કારણ કે
જ્યાં એક કરતાં વધારે મળે–ભળે, જ્યાં ત છે ત્યાં આકુલતા છે; આકુલતા તે અને જ્યાં એક શુદ્ધ નિર્ભેળ વસ્તુ હોય છે, જ્યાં અદ્વૈત છે ત્યાં દુઃખ નિરાકુલતા છે. એટલે પરવસ્તુના સંયોગ સંબધથી જ્યાં પરાધીનતા છે
ત્યાં આકુલતા છે; અને જ્યાં આકુલતા છે, ત્યાં દુઃખ છે, એ સર્વ કેઈને પ્રત્યક્ષ અનુભવ છે, તથા પરવસ્તુના સંગ સંબંધથી રહિત એવી જ્યાં સ્વાધીનતા છે ત્યાં નિરાકુલતા છે, અને જ્યાં નિરાકુલતા છે ત્યાં સુખ છે. આ પણ સર્વને સાક્ષાત્ અનુભવ છે. આમ આ બંને વ્યાખ્યાને સુમેળ છે.
આત્માથી અતિરિકત-જૂરી એવી જે અન્ય વસ્તુ-કમ, તેના વડે કરીને જ આ આત્માને અનંત સંસાર પરિભ્રમણ દુઃખ પ્રાપ્ત થયું છે બેડીથી જકડાયેલા પરાધીન
- કેદીને જ્યાં લઈ જવો હોય ત્યાં પરાણે લઈ જવાય છે, તેમ કર્મબંધરૂપ પારકે પેઠે બેડીથી બંધાયેલા પરાધીન જીવને કર્મ ગમે ત્યાં ઘસડી જાય છે, અને વિનાશ કરે” જન્મ-જરા-મરણાદિ અનંત દુઃખેથી દુઃખી કરે છે. આમ “પારક
પેઠો વિનાશ કરે ’–‘પરઃ વિદઃ તે વિનારાં” –એ લેકક્તિ સાચી કરે છે. આત્માએ સ્વસમયને અર્થાત આત્મવસ્તુની સ્વરૂપમર્યાદાને ઉલ્લંઘી, પરસમયમાં– પારકા પુદ્ગલ ક્ષેત્રમાં-પારકી હદમાં પ્રવેશ કર્યો, અતિક્રમણ (Transgression, Trespass ) કર્યો. અનાદિથી આત્માએ પરપુદ્ગલ પ્રદેશમાં માથું માર્યું હસ્તક્ષેપ કર્યો, પરવસ્તુમાં આસક્તિ કરી, તેની સાથે નેહસંબંધ (!) બાંધ્યો. એટલે તે પુદ્ગલ બલાએ બદલામાં કર્મરૂપ ભૂત તે આત્માને વળગાડયું, અને આત્માને પિતાના ક્ષેત્રમાં આક્રમણના ગુન્હાના બદલામાં પોતાના વિષય-ક્ષેત્રમાં પૂરી રાખવારૂપ દંડ દીધે ! અથવા તે સ્નેહસંબંધના બદલામાં તેને ગાઢ બંધને બાંધી સંસારરૂપ હેડમાં પૂરી રાખ્યો ! આમ પરાધીનતાથી જ બધી મહેકાણ થઈ છે !
પણ જ્યારે આત્મા પરક્ષેત્રમાં આક્રમણરૂપ અતિક્રમનું પ્રાયશ્ચિત કરે છે, તે પિતાના