________________
(૫૭૨)
યોગદૃષ્ટિસમુન્શય
શમ એટલે ( ૧ ) કષાયનું શમન, ( ૨ ) વિરતિ, ( ૩ ) વીતરાગભાવ, ( ૪ ) સમભાવ, ( ૫ ) સામ્યભાવ, ( ૬ ) ધર્મ, (૭) ચારિત્ર, ( ૮ ) આત્મશાંતિ-વિશ્રાંતિ. આમ શમ શબ્દને લક્ષ્યા એક છે. તે આ પ્રકારે:—( ૧ ) વિવેકને શમના વિવિધ લીધે વસ્તુસ્વરૂપની યથાર્થ સમજણુ આવે, સ્વ–પરના ભેદ પરખાય, અની એકતા તે પછી આત્મા શિવાયની સમસ્ત વસ્તુ પારકી છે એમ જાણે, એટલે તે વિષયરૂપ પરવસ્તુને નિમિત્તે નિષ્કારણુ કષાયની ઉત્પત્તિ ન થાય, રાગ દ્વેષ અણુહેતુ' ન ઉપજે, અને ક્રાધ-માન-માયા-લાભનું શમન થાય, શાંતપણું થાય, મંદપણું થાય. આમ વિવેકથી કષાયશમન થાય છે. ( ૨ ) વિવેકથી સ્વ–પરને ભેદ જાણે, એટલે પછી પરભાવથી વિરામ પામે-વિકૃતિ પામે. જે વિષયને માટે ઝવાં નાંખવારૂપ મનની દાડાદોડ થતી હતી, તે બધી અટકી જાય, વિરમી જાય. આમ · જ્ઞાનનું લવિરતિ ' એ સૂત્ર રિશ્તા અને છે, ( ૩ ) સ્વ-પર ભેદ જાણે, એટલે પર વસ્તુમાં મુંઝાય નહિ, માહ પામે નહિં, ગેાથું ખાય નહિ. એટલે પરભાવ પ્રત્યેના રાગ છૂટી જાય, આસક્તિ છૂટે, સ્નેહાનુબંધ ત્રુટે, આમ વીતરાગ ભાવરૂપ શમ પામે. (૪) આમ વીતરાગ ભાવ પામે, સત્ર રાગ-દ્વેષ વિરહિત મને, એટલે સત્ર સમભાવી થાય, કયાંય પણ ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ ચિંતવે નહિ, સમદર્શી અને, વંક નિશ્વક સમ ગણે ' ઇત્યાદિ પ્રકારે સમભાવને પામે (૫) આમ સમભાવને પામે એટલે સામ્યભાવને પામે. જેવું આત્મસ્વરૂપ છે, તેનું સમાનપણું-સદેશપણું પામવું તેનું નામ સામ્ય છે, એટલે સ્વરૂપસ્થિતિરૂપ સામ્યને પામે. (૬) અને આ સામ્ય પામે એટલે ધ પામે. કારણ કે ધર્માં એટલે વસ્તુને સ્વભાવ. વઘુસાવો ધમ્મો ।' આત્મસ્વભાવને પામવા તેનું નામ ધર્મો માટે સ્વરૂપસામ્ય થયુ. એટલે આત્મધર્મ પામ્યા. ( ૭ ) આત્મધમ પામ્યા એટલે ચારિત્ર યુક્ત થયા. કારણ કે ‘સ્વરૂપે ચળ ચાત્રિ-આત્મ સ્વરૂપનુ અનુચરણ તે ચારિત્ર. જેવુ આત્માનું સ્વરૂપ ખ્યાત છે, પ્રસિદ્ધ છે, તેવું યથાખ્યાત ચારિત્ર અર્થાત્ સ્વ સ્વરૂપમાં રમણુપણું આમ પ્રાપ્ત થાય. ( ૮ ) અને આપણા આત્મભાવ જે એક જ ચૈતન્ય આધારરૂપ છે, તે જ નિજ પરિકર-નિજ પરિવાર ખીજા સ સાથ સૉંચેાગ કરતાં સાર છે. તે જ નિજ પરિકરૂપ આત્મભાવની સાક્ષાત્ અત્ર પ્રાપ્તિ થઇ, એટલે પરમ આત્મશાંતિ ઉપજી, અને આત્મા સ્વરૂપમાં વિશ્રાંત થયા, સ્વરૂપવિશ્રાંતિ પામ્યા, સ્વરૂપમાં શમાઇ ગયા. આમ સમજ્યા એટલે શમાયા.
9
**
શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો, જીવિત કે મરણે નહિં ન્યૂનાધિકતા, ભવ મેક્ષે પણ વક્ત્ત શુદ્ધ સમભાવ જો.
અપૂર્વ અવસર એવા કયારે આવશે ? ''—શ્રીમદ્ રાજચ'દ્રજી. આમ સ્વ-પરના ભેદ જાણ્યા-વિવેક થયા, એટલે કષાય ઉપશાંતિ થઇ, વિરતિ થઇ, આસક્તિ ગઈ, વીતરાગતા આવી, સમતા ઉપજી, સ્વરૂપ સામ્ય થયું, આત્મધમની સિદ્ધિ