________________
સ્થિરાદદિ:સ્થિરાદષ્ટિનો સાર, કળશ કાવ્ય
(૫૧૧). નથી, માટે ભેગથી પાપ જ છે, એમ જાણી ધર્મિષ્ઠ એવા સમ્યગ્દષ્ટિ પુરુષ વિષયભોગથી વિરામ પામવા જ ઈચ્છે છે. વળી ધર્મથી પણ ઉપજતે ભેગ પ્રાયે અનર્થકારી થઈ પડે છે, કારણ કે તે તેવા પ્રકારે આત્મસ્વરૂપથી ભ્રષ્ટતારૂપ પ્રમાદ ઉપજાવે છે. જેમ શીતલ ચંદનથી ઉપજેલે અગ્નિ પણ દઝાડે છે, તેમ ધર્મજનિત ભેગ પણ તાપ પમાડતે હોઈ સમ્યગદષ્ટિ પુરુષને અનિષ્ટ લાગે છે. તેમ જ–ભેગથી ભેગ-ઈચ્છાવિરતિ માનવી, તે તે એક ખાંધેથી ભાર ઉતારી બીજી ખાધ લાદવા બરાબર છે. તેથી કાંઈ ભાર ઉતરતું નથી, પણ ભારને સંસ્કાર ચાલુ જ રહે છે. તેમ ભોગથી ભોગની ઈચ્છા વિરામ પામશે એમ માનવું તે ભ્રાંતિ છે, કારણ કે તેથી તે ઊલટો ભોગેચ્છાને ન ન સંસ્કાર ચાલુ રહે છે, અને વિષયતૃષ્ણાને લીધે ભોગેચ્છાની નિવૃત્તિ થતી નથી.-એમ સમજી સમ્યગદષ્ટિ પુરુષ જેમ બને તેમ ભોગને દૂરથી વજેવા પ્રયત્નશીલ રહે છે, અર્થાત્ વિષયમાંથી ઇંદ્રિયને પાછી ખેંચી લેવારૂપ પ્રત્યાહાર કરે છે.
વળી યોગસાધનાથી પ્રાપ્ત થતા બીજા અલેલુપતાદિ ચિહ્ન પણ જે અન્ય ગાચાર્યોએ કહ્યા છે, તે પણ આ પાંચમી દૃષ્ટિથી માંડીને પ્રગટે છે. (જુઓ પૃ. ૫૦૬ )
સ્થિરાદષ્ટિનું કેષ્ટક ૧૧ દર્શન | ગાંગ | દેત્યાગ | ગુણાપ્તિ | ગુણસ્થાન
રત્નપ્રભાસમ
પ્રત્યાહાર
ભ્રાંતિત્યાગ
૪-૫-૬
નિસ
સૂક્ષ્મબેધ અલેલુપતાદિ
– કળશ કાવ્ય :
ચોપાઈ દર્શન રત્નપ્રભા સમ નિત, પ્રત્યાહારે ઇંદ્રિય જીત; કૃત્ય કરે સહુ ભ્રાંતિ રહિત, યોગી સૂફમ સુબોધ સહિત. ૧૧૨ ગ્રંથિભેદ તણે સુપ્રભાવ, વેદ્યસંવેદ્ય પદે સ્થિર ભાવ; વીતી મોહ અંધારી રાત, ભેદજ્ઞાનનું થયું પ્રભાત. ૧૧૩ ક્ષીર-નીર જ્યમ જાણું ભેદ, સ્વપર વસ્તુને કરી વિભેદ; યોગી હંસ શુદ્ધ માનસ રમે, પર પરિણતિ આત્માની વમે. ૧૧૪ બાલ ધૂલિગ્રહકીડા સમી, ભવચેષ્ટા લાગે વસમી, મૃગજલને સ્વપ્નાદિ સમાન, દેખે ભાવો બાહ્ય સુજાણ. ૧૧૫