________________
દીમા દિઃ દામાદષ્ટિને સાર
(૪૪૭) ભેગવિરક્ત જને ભવાતીત અર્થગામી છે. તેઓનો માર્ગ એક જ શમપરાયણ એ છે,
અને અવસ્થાભેદને ભેદ છતાં તે સાગર પરના તીરમાર્ગની જેમ એક જ મુમુક્ષુને એક છે, કારણ કે સંસારાતીત પર તત્વ “નિર્વાણ” નામનું છે, તે જ શમમાર્ગ શબ્દભેદ છતાં તત્વથી નિયમથી એક જ છે. સદાશિવ, પરં બ્રા, સિદ્ધાત્મા,
તથાતા આદિ શબ્દોથી અન્તર્થથી ઓળખાતું તે એક જ છે. કારણકે તેના લક્ષણના અવિસંવાદથી નિરાબાધ, નિરામય અને નિષ્કિય એવું આ પર તત્ત્વ જન્માદિના અયોગ્યથી હોય છે. એટલે અસહથી તત્ત્વથી આ નિર્વાણુતત્વ જાણવામાં
આવ્યું, પ્રેક્ષાવતેને તેની ભક્તિની બાબતમાં વિવાદ ઘટતું જ નથી. નિર્વાણ અને આ નિર્વાણ તત્વ નિયમથી જ સર્વજ્ઞપૂર્વક સ્થિત છે. આ તત્ત્વ એક જ સર્વજ્ઞરૂપ બાજુ માર્ગ નિર્વાણને નિકટમાં નિકટ માગે છે, તે તે
સર્વજ્ઞને ભેદ કેમ હોય? અને તે ન હોય તે તેના ભક્તોનો ભેદ કેમ હોય?
“પુદ્ગલ રચના કારમીજી, તિહાં જસ ચિત્ત ન લીન,
એક માર્ગ તે શિવ તણેજી, ભેદ લહે જગ દીન....મન”
ત્યારે સહેજે શંકા થશે કે તે પછી તે સર્વની દેશનાને ભેદ કેમ છે? તેનું સમાધાન એમ છે કે શિષ્યના આનુગુણ્યથી–ગુણ થાય એવા અનુકૂળપણથી તે ચિત્ર–નાના
પ્રકારની છે. કારણ કે ભવરાગના આ ભિષવરોએ જેને જે પ્રકારે દેશના ભિન્ન- બીજાધાન આદિને સંભવ થાય તેને તેવા પ્રકારે ઉપદેશ દીધો છે. તાને ખુલાસે અથવા તે બીજું કારણ એમ છે કે એની દેશના એક છતાં
ને શ્રોતાઓના વિભેદથી તેઓના અચિન્ય પુણ્યસામર્થ્યને લીધે ચિત્ર ભાસે છે, અને તેનાથી તે સર્વને યથાભવ્ય-ગ્યતા પ્રમાણે ઉપકાર પણ થાય છે. અથવા તે તે તે દેશ-કાલાદિન નિગથી તે તે નયઅપેક્ષાવાળી ચિત્ર દેશના ઋષિઓ થકી જ
પ્રવત્તી છે, અને આ ઋષિદેશનાનું મૂલ પણ તત્ત્વથી સર્વજ્ઞ જ છે. કુતર્કગ્રહ એટલા માટે તે સર્વજ્ઞને અભિપ્રાય જાણ્યા વિના તેને પ્રતિક્ષેપ-વિરોધ ત્યાજ્ય કર યુક્ત નથી, કારણ કે તે પ્રતિક્ષેપ પરમ મહા અનર્થકર છે. એટલે
આ સર્વજ્ઞ વિષયમાં અંધ જેવા છસ્થાએ વાદવિવાદ કર યુક્ત નથી, માટે મિથ્યાભિમાન હેતુપણાને લીધે શુષ્ક તર્ક ગ્રહ મુમુક્ષુએ સર્વથા છેડી દેવા ગ્ય જ છે. મુમુક્ષુને તે તત્ત્વથી સર્વત્ર ગ્રહ અયુક્ત છે. કારણ કે મુક્તિમાં પ્રાયે ધર્મો પણ છેડી દેવા પડે છે, તે પછી આ તુચ્છ શુષ્ક કુતર્ક ગ્રહથી શું ?
“ધર્મ ક્ષમાદિક પણ મટેજી, પ્રગટે ધર્મ સંન્યાસ; તે ઝઘડા ઝંઝા તજી, મુનિને કવણુ અભ્યાસ ?....મન”