________________
(૩૨૪)
થાગદષ્ટિસમુરચય વિશ્રાંત થયેલું પશુનું જ્ઞાન તરફથી સદાય છે. પણ જે ત–તે છે, તે તત્ અહી સ્વરૂપથી છે, એવું સ્વાદુવાદીનું જ્ઞાન તે અત્યંત-ઉન્મગ્ન ઉપર તરી આવતા ઘન સ્વભાવભરથી પૂર્ણ થઈ સમુન્સજજન પામે છે, ઉલસી આવી–ઉપર તરતું રહે છે.”
આવું અબૂઝ-ગમાર પશુપણા જેવું મિથ્યાત્વકારણ અવેવસંવેદ્યપદ જેમ જેમ છતાય છે, તેમ તેમ તે મિથ્યાત્વને આધીન–તે મિથ્યાત્વથી જ ઉદ્ભવતા એવા વિષમ
કતકરૂપ ગ્રહે પોતાની મેળે જ નિવતી જાય છે, દૂર થાય છે, કારણ મિથ્યાત્વજયે કે નિમિત્તનો અભાવ થાય એટલે નિમિત્તિકને અભાવ થાય જ એવો નિયમ
કુતર્ક ગ્રહ છે. કુતર્કોનું જન્મસ્થાન મિથ્યાત્વ છે. એટલે જેવું મિથ્યાત્વ દૂર થાય, નિવૃત્તિ કે તેની સાથોસાથ જ કુતર્ક પણ ચાલ્યો જાય છે, કારણ કે મૂળ કારણ
નિમૂલ થતાં ઉત્તર કારણ નિમૂલ નિરાધાર થાય છે. મુખ્ય આધાર સ્થંભ તૂટી પડતાં જેમ મકાન જમીનદોસ્ત થાય છે, તેમ મિથ્યાત્વનો આધાર તૂટી પડતાં કુતકની ઈમારત એકદમ તૂટી પડે છે. કુતર્કના હવાઈ કિલા (Castles in the air) ઝપાટાબંધ ઊડી જાય છે. જેમ રાજા છતાઈ જતાં આખી સેના છતાઈ જાય છે, તેમ મિથ્યાત્વને જય થતાં તેના પરિવારરૂપ કુતક–સેના પણ જીતાઈ જાય છે. અને આમ આ કુતર્ક નષ્ટ થાય છે તે આપોઆપ જ, પિતાની મેળે જ; એમાં પછી બીજાના ઉપદેશની પણ જરૂર રહેતી નથી.
કુતર્ક એટલે કુત્સિત તર્ક, અસત્-બેટા તક, જે સ્વરૂપથી પોતે જ દુષ્ટ છે, ખોટા છે, અસત્ છે, મિથ્યા છે તે કુતર્ક. આ કુતકને ગ્રહ એટલે કુટિલ આવેશરૂપ પકડ, અભિનિવેશ “વિષમ' કહ્યો તે યથાર્થ છે. કારણ કે તે ખરેખર વસમો છે. જીવને હેરાન હેરાન કરી મૂકે છે; વળી તે કુતર્કનું કોઈ જાતનું ઠેકાણું નથી, ઢંગધડો નથી, આમ પણ કૂદે ને તેમ પણ કુદે, વાણીઆની પાઘડી જેમ ગમે તેમ ફેરવાય ! બેટાનું સાચું ને સાચાનું ખોટું કરવું એ એનું કામ છે. ઇત્યાદિ પ્રકારે કુતર્કનું વિષમપણું પ્રગટ છે.
આવા કુતકને વિષમ “ગ્રહ ની ઉપમા અનેક પ્રકારે ઘટે છે:–(૧) ગ્રહ એટલે સૂર્ય, ચંદ્ર, રાહુ આદિ ગ્રહ. તેમાં દુષ્ટ ગ્રહ-અનિષ્ટ ગ્રહ જેમ મનુષ્યને પીડાકારી
વસમો થઈ પડે છે, નડે છે, તેમ કુતરૂપ દુષ્ટ ગ્રહ મનુષ્યને હેરાન વિષમ “ગ્રહ’ હેરાન કરી નાંખી વસમો પીડાકારી થઈ પડે છે, કનડે છે. અથવા જે કુતર્ક રાહુ જે પાપગ્રહ જેમ ચંદ્રને ગ્રસી તેને ઉત્તાપકારી થાય છે, તેમ
આ કુતકરૂપી વિષમ પાપગ્રહ આત્મારૂપ ચંદ્રને ગ્રસી લઇ તેને અત્યંત + "बाह्याथैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद्वितिं पररूप एव परितो ज्ञानं पशोः सीदति । यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुनતૂરોન્મ નાગનાથમવમાતઃ પૂર્ણ સમુન્ન જ્ઞાતિ ”—શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત સમયસારગ્લશ,