________________
૩: શ્રી સંભવનાથ સ્તવન
[૮૩ દર્શન, અનંત ચારિત્ર આદિ અનંત ગુણમય છે; પણ રાગદ્વેષની પરિણતિને લઈને એને મૂળ સ્વભાવ દબાઈ ગયું છે અને એની અનંત ગુણદશા દબાઈ ગયેલી હોઈ ભવપરિણતિ એ એને સ્વભાવ થઈ પડ્યો છે. એટલે અનંત ગુણવાળે એ ચેતનરાજ જાણે કે સંસારસ્વભાવવાળ થઈ ગયું છે, જાણે કે સંસારમાં મરવું-જન્મવું, આંટા મારવા, પૌગલિક બાબતે કે ચીને પિતાની માનવી, એમાં માણવું–રાચવું, એ એને સ્વભાવ થઈ પડ્યો છે. પરંભાવરમણતા કે પરપરિણતિમાં રસોત્પાદન એ સંસારની રખડપાટનું દિગ્દર્શન છે. આવા પ્રકારની પર પરિણતિને છેડે આવે ત્યારે રસ્તે સાંપડે છે, સેવન કરવાની બુદ્ધિ થાય છે અને તે વખતે ભૂમિકાશુદ્ધિ કરવાની સૂઝ પડે છે. અનંત સંસારમાં હોય ત્યાં સુધી તે એને સંસારના સર્વ સંબંધમાં રસ પડે છે; સંસારની વસ્તુને એ પિતાની માની બેસે છે; પરભાવ એને સ્વભાવ બની ગયેલ હોય છે અને રાગદ્વેષ એના ઘરના મને વિકાર હોય એમ લાગે છે. આનું નામ “ભવપરિણતિ.” આવા પ્રકારની ભવપરિણતિને કાંઠે દેખાવા માંડ્યો હોય ત્યારે, એટલે હજુ સંસારને છેડે નથી આવ્યું, પણ સંસાર તરફની પરિણતિને અંત આવ્યો હોય છે, ત્યારે.
એટલે ચરમપુગળપરાવર્તામાં આવ્યા પછી, પ્રાણી ત્રીજુ અનિવૃત્તિકરણ કરે તે વખતે એની સંસારપરિણતિને છેડે આવે, એનું અનાદિ અજ્ઞાન દૂર થઈ જાય, ત્યારે શું શું થાય તે હવે બતાવે છે. અહીં ચરમ આવર્ત એટલે છેવું પુગળ પરાવર્તકાળ (નામનું કારણ) બતાવે છે; ત્રીજુ અનિવૃત્તિકરણ એ પુરુષાર્થ (નામનું કારણ) બતાવે છે; ભવપરિણતિને પરિપાક તે સ્વભાવ (નામનું કારણ), ભવિતવ્યતા (નામનું કારણ) અને કર્મ (નામનું કારણ) બતાવે છે. એટલે પાંચે સમવાયી કારણો એકઠાં થાય ત્યારે આ પાંચ કારણ પર આ જ સ્તવનની પાંચમી ગાથામાં વધારે પ્રસંગે આવશે ત્યારે વિસ્તાર થશે. આમાં ગ્રંથિભેદ વખતે કાળ, ભવિતવ્યતા, પુરુષાર્થ, કર્મ અને સ્વભાવનો સહકારી કારણ તરીકે કેવો નિગ થાય છે અને એ પાંચેની સામગ્રી કાર્ય હેતુ તરીકે કેવી રીતે કામ કરે છે, તેને ખૂબ વિસ્તાર શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કર્યો છે અને તેને ઉલ્લેખ ગબિન્દુમાં પણ પિતે કર્યો છે. ત્યાં આ હકીક્તને વિસ્તાર કરતાં શ્રીમાન કહે છે કે ચરમપુગળપરાવર્ત વગરના તે પહેલાના કાળમાં પ્રાણી ભવાભિનંદી હોય છે અને કદાચ કોઈ વાર સહજ ધર્મ કરે તે તે લકસંજ્ઞાએ કરનારા હોઈ એમાં એને દહાડે વળે નહિ. આ લેકપક્તિથી પ્રાણી કેટલીક વાર દાન આપે, સંભાષણ કરે, સન્માન આપે; પણ તે લૌકિક ભાવે હોય છે, એને લોકપક્તિ કહેવામાં આવે છે; એ ગાભાસ છે, એનાથી કદાચ સંસાર લાભ થાય, પણ આમપ્રગતિ થતી નથી.
પણ જ્યારે પ્રાણી ચરમપુગળપરાવર્તામાં આવે, એ ત્રીજું કરણ કરે અને એને ભવસ્થિતિ પરિપાકદશાને પામી હોય ત્યારે શું થાય તે હવે કહે છે: ૧. સમવાયી કારણો પાંચ છે : કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને ઉદ્યોગ. આ ગાથાના પ્રથમ બે ચરણમાં
એ પાંચ કારણોનો ઉલ્લેખ છે એમ અત્ર બતાવ્યું છે. ૨. જુઓ. યોગબિન્દુ, બ્લેક ૮૩.