________________
૨૨]
શ્રી આનંદઘન-ચાવીશી
એકઠાં કરેલાં દળિયાંના એ અહીં એ ભાગ પાડી દે છે. એક વિભાગમાં એ અંતર્મુહૂત કાળ ભાગવાય તેટલે તેને પુજ કરે છે અને બીજા વિભાગમાં સહજ ઊણાં એક કોડાકોડ સાગરોપમ કાળમાં વેદ્ય મેહનીય દળિયાં રહ્યાં હતાં તેમાંથી અંતર્મુહૂતનાં આછાં કરે છે. આવી રીતે કરેલા એ પુજમાંથી અંતર્મુહૂત કાળનાં દળિયાંવાળા નાના પુંજ હતા તેને એ ક્ષય કરે છે અને ખાકીના પુજને ઉપશમાવી દે છે. અંતર્મુહૂત કાળ એટલે ૪૮ મિનિટથી સહેજ આછા કાળ. ઉપશમાનવું એટલે અંદર પડી રહે તેમ દાખી દેવું. જેના તાત્કાલિક ઉદ્દય ન થાય, તેમ જ સ॰થા નાશ ન થાય, તેને ઉપશમ કહેવાય છે. આ રીતે અનિવૃત્તિકરણે પ્રાણી એ કાર્યાં કરે : મિથ્યાત્વ સ્થિતિના એ ભાગ કરી અંતકરણ કરે, નાના પુંજનેા ક્ષય કરી નાખે અને તે જ ક્ષણે એને ઉપશમ નામનું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય. આનું નામ અંતરકરણ ’. અંતરકરણને પ્રથમ સમયે સમક્તિની પ્રાપ્તિ થાય અને એ રીતે થતું આ અનિવ્રુત્તિકરણ નામનું ત્રીજુ` કરણ તે ચરમકરણ સમજવું. આવશ્યકમાં કહ્યુ છે કે અનાદિ કાળચક્રમાં ભમતાં પ્રાણી કર્મોને ખપાવીને ‘નદીગેાળપાષાણુ ’ ન્યાયે યથાપ્રવૃત્તિકરણ કરે, એટલે નદીની અંદરને પથ્થર અથડાતા-કુટાતા ગેાળ થઈ જાય એ રીતે આગળ વધતાં એણે કદી ભેઢી નથી એવી રાગદ્વેષની ગાંઠને એ ભેદે અને એ માટે એ અપૂર્વકરણની આકરી વધારાના ઉપયાગ કરે અને પછી બહુ કર્મીને ખપાવે તે વખતે મિથ્યાત્વનાં દળિયાં ઉદય આવે તેને ક્ષય કરે અને ઉદયાભિમુખ ન થયાં હેાય તેને ઉપશમાવે, એટલે ઉદીરણાદિક કરણના જોરથી પણ જે દળે વિપાકાય કે પ્રદેશેાયમાં જઈ ન શકે તેને દાબી દે.
મિથ્યાત્વનાં દળિયાંમાં આવી રીતે અંતર પાડવામાં આવે તે વખતે પ્રાણીને જે આનંદ થાય તેની સરખામણી આકરા રણમાં ઉનાળાના કાળમાં બપોરના બાર વાગે લૂ અને તાપથી પ્રાણી વિદ્ભવળ થયેલ હાય તે વખતે કોઇ એના પર ખાવનાચંદનનાં છાંટણાં કરે અથવા એને oasis ( રણમાં લીલે। પ્રદેશ ) મળી જાય તે વખતે જેવા આનંદ થાય અને એ શાતા પામે તેવી તેની અદ્ભુત આનંદમય પરિસ્થિતિ થઇ જાય છે. આવેા આનંદ અનિવૃત્તિકરણને અંતે અને અંતરકરણને પ્રથમ સમયે પ્રાણીને થાય છે. એ વખતે એના ગાઢ તિમિર અજ્ઞાન મિથ્યાત્વમાં તીવ્રતા ઓછી થઈ જાય, એના આકરા ( અનંતાનુબંધી ) કષાયેા ખસી જાય અને મિથ્યાત્વે તેને નિપજાવેલે ચાલુ આકરો પરિતાપ મટી જાય. જે મિથ્યાત્વના જોરે પ્રાણી સંસારમાં રખડતા હતા અને અનાદિકાળથી જેની જાળમાં એ ફસાયલા હતા તેના અત આવતા જોઇ એને ખૂબ આનંદ થાય છે અને પછી એને સમકિતની પ્રાપ્તિ થાય એટલે એની પ્રગતિ થતી જાય છે. એ સમકિત કેવું હાય, એના પ્રકાર કેટલા હાય અને એક વાર સમકિત પામેલા પ્રાણીના વિકાસ કઈ ધારાએ વધે તે ચોથા અભિનંદન સ્વામીના સ્તવનમાં આવશે. અહી તે ચરમપુદ્ગળપરાવર્તીમાં ત્રીજા અનિવૃત્તિકરણ સુધી પ્રાણી આવ્યા.
‘ ભવપરિણતિપરિપાક ’ એટલે સાંસારમાં પરિણમન પામી જવાની ચાલુ ટેવના ઇંડા આવે ત્યારે ભવ એટલે સ'સાર. આ ચેતનના મૂળ અસલ સ્વભાવ તે અનંત જ્ઞાન, અનત