________________
૩:સભવનાથ સ્તવન
[ ૭૫
એના તરફ શ્રમની લાગણી પણ ન થવી જોઇએ. દરરોજ સવારે ઊઠીને પડિકમણું કરવું કે દરરોજ બે વાર દેરાસરે જવું કે વળી સાંજના પ્રતિક્રમણ કરવું અથવા ડુંગર ચઢી યાત્રા કરવી, એમાં ખેદ ન લાગવા જોઇએ; ઊલટું એમાં મજા આવવી જોઇએ. અથવા મેાટી પ્રતિષ્ઠાવિધિ કે પ ણુના આઠ દિવસ આલેચનક્રિયા-ખમતખામણાં કર્યા પછી નવમે દિવસે ‘ હાશ ! છૂટયા’ એવે ભાવ ન થયેા જોઇએ; પણ મનમાં વિચારણા થવી જોઇએ કે મારે એવે દિવસ વળી ફરી વાર કયારે સાંપડશે ? સામાયક એ ઘડીનું લેવામાં આવે છે ત્યાર બાદ સામાયક પૂરું થાય તે વખતે ગુરુશિષ્ય વચ્ચે રા માંગવાને અંગે સવાલજવાય યાયા છે તે આ ‘ અખેદ ’ ભૂમિકાને અંગે વિચારવા યેાગ્ય છે.
શિષ્ય પૂછે—સામાયક પારું ?
ગુરુ જવાબ આપે—પુનો વાયવ્યો એટલે સમાયક ફરી વાર કતવ્ય છે, એની ગુરુએ જવાબમાં સૂચના કરી.
શિષ્ય તે જવાબ સાંળળી કહે—યથારાના—શક્તિ પ્રમાણે કતવ્ય બજાવીશ. પછી શિષ્ય પોતાના નિણ ય બતાવે. તે કહે– સામાયક પાયું.’
આના જવાબમાં ગુરુ કહે-બાયરો ન મુત્તવ્યો. આ સામાયક તરફના આદર છેડી દેવા યાગ્ય નથી. એના આશય એવા છે કે અત્યારે તને સમય ન હોય તેપણ મારી તને ભલામણ છે કે એ સામાયક તરફના આદર ન મૂકતે, એટલે જ્યારે જ્યારે તને વખત મળે ત્યારે ત્યારે સામાયક કરવાની વૃત્તિ રાખજે.
એના જવાબમાં મુમુક્ષુ દ્દત્તિ-ગુરુદેવનું વચન બરાબર છે, એવા જવાબ આપે.
આવા પ્રકારના આદરભાવ એ અખેદ ભૂમિકા છે. એક-બે દાખલા વિચારીએ એટલે આ ભૂમિકાની વધારે સ્પષ્ટતા થશે. એક વ્યક્તિએ ઉપધાન કર્યા. ૪૫ દિવસ સુધી ઉપવાસ-નીવિ કર્યા, વિધિવિધાન કર્યાં. પારણાને દિવસે એ એમ વિચારે કે ચાલે, હવે આ પંચાતમાંથી છૂટયા !—તે એની અખેદ-ભૂમિકા થઇ નથી એમ સમજવું. એના મનમાં તે દિવસે ભાવના થાય કે ધન્ય અવતાર થયા ! વળી બીજી અનુકૂળતા થશે તે પાંત્રીશું ( બીજા ઉપધાન) કરીશ. આમ થાય તેને અખેદની ભૂમિકા મળી છે એમ માનસ પૃથક્કરણ નજરે સમજાય છે. નાનાભાઈ વિદ્વાન, સેકડો શિષ્યને પાઠ આપે. મોટા ભાઈ ભલે-ભાળા, યોગ્ય ચારિત્ર પાળે. નાનાભાઈને એક રાત્રે ઊંઘ આવતી હતી, શિષ્ય રાત્રે પાઠ લેવા આવ્યો. કંટાળીને એ બેાલી ગયા કે આ ભણતર અને ફફડાટને બદલે મોટો ભાઇ સુખી છે ( પાંચમી કથા-વરદત્ત ચરિત્ર). આવી વૃત્તિ થાય અને અભ્યાસ તરફ ખેદ થાય ત્યારે સમજવું કે હજુ એ વ્યક્તિને ‘ અખેદ ’ ભૂમિકા પ્રાપ્ત થઇ નથી. વાત એ છે કે પ્રાણીને વિભાવદશામાં પૌલિક બાબતામાં જેવી મજા આવે તેવી જ મજા યોગપ્રવૃત્તિમાં અને પ્રગતિમાં આવવી ઘટે. એ આવે ત્યારે એને અખેટ્ઠ–ભૂમિકા પ્રાપ્ત થઈ છે એમ સમજવું.
આ રીતે થતા ત્રણે દોષો—ભય, દ્વેષ અને ખેદ——એ અજ્ઞાનને પરિણામે થાય છે. આ અખાધ-અજ્ઞાનને ખરાબર સમજવા યોગ્ય છે.