________________
[ ૭૪
શ્રી આનંદઘન વીશી
પણ નીકળી આવે છે. ભવબીજને ત્યાગ કરનાર કલ્યાણભાગી પ્રાણીઓમાં મોક્ષ તરફ આવા પ્રકારને દ્વેષ ન હોય. એ કદાચ સંસારને ત્યાગ ન કરી શકે કે આસક્તિ-મુક્ત ન થઈ શકે તે પણ એને મોક્ષ તરફ ષ તે ન જ હોવો જોઈએ, છેવટે કાંઈ નહિ તે એને મોક્ષ તરફ અદ્વેષ તે હોવો જ જોઈએ, દ્વેષ ન હો અને અદ્વેષ હો એ અલગ અલગ ભાવે છે. અદ્વેષ એટલે મધ્યસ્થ ભાવ.
આનંદઘન મહારાજ દ્વેષને અરોચક ભાવની કક્ષામાં મૂકે છે. કઈ પણ પ્રકારના રેચક ભાવની ગેરહાજરી તે અચકભાવ. શુભ પ્રવૃત્તિમાં આગળ વધવા તરફ અરુચિ, એને અચકભાવ કહેવાય, એટલે ગપ્રવૃત્તિ તરફ સુરુચિને અભાવ તે દ્વેષ. ભૂમિકા શુદ્ધિ કરવા માટે ભૂમિને “અષ” બનાવવી ઘટે. એમાં સુરુચિને ભંગ થવા ન ઘટે અને અરુચિને સ્થાન ન હોવું જોઈએ. પ્રગતિ થાય કે નહિ, પ્રવૃત્તિ બને કે નહિ, તે સવાલ અત્ર નથી, પણ પ્રગતિ કે પ્રવૃત્તિ તરફ રુચિને અભાવ તે ન જ હવે જોઈએ અને તેટલા જ માટે શ્રીમદ્ યશોવિજય ઉપાધ્યાય અગિયારમા પાપસ્થાનક બ્રેષ’ની સજઝાયમાં સ્પષ્ટ રીતે કહે છે કે –
યોગનું અંગ અપ છે. પહેલું, સાધન સવિ લહે તેથી વહેલું લાલન, તેહથી વહેલું.' એટલે કેગના અંગની શોધ કરવી હોય તો તેની ચાવી બતાવતાં તેઓ કહે છે કે અષ્ટાંગ યોગનું સાધન કરવા ઈચ્છનારને પ્રથમથી જ અષી થવું ઘટે છે. આ પ્રમાણે અષમય ભૂમિકા તૈયાર કરવાની ખાસ જરૂરિયાત પર સર્વ યેગીઓએ ભાર મૂક્યો છે. શ્રેષને સાધારણ અર્થ ઠેષ, ઘેર, ઈર્ષ્યા વગેરે થાય છે. અહીં યોગની ભૂમિકા તરીકે અદ્વેષ એટલે અરુચિપણને અભાવ એવો અર્થ છે, એમ યોગીરાજ પોતે જ જણાવી દે છે. આવી રીતે ગપ્રવેશ કરતી વખતે યુગના સેવન માટે ભૂમિકા તૈયાર કરવાની—એને અભય અને અદ્વેષ બનાવવાની–જરૂરિયાત બતાવી.
બાકી, ઉપમિતિભાવપ્રપંચી કથામાં અવિવેકિતાના પતિ અને મહારાજા મહરાયના ફટાયા તરીકે જે દ્વેષગજેન્દ્રને બતાવવામાં આવ્યો છે, તેવો છેષ સર્વથા ન હોવાની દશા તે વીતરાગભાવ મળે ત્યારે પ્રાપ્ત થાય છે. વીતરાગભાવ આવે ત્યારે સાથે વીતદ્વેષ થવાય છે. એ ભાવ અત્ર નથી. ધર્મ તરફ અરુચિપણને અભાવ, મોક્ષ તરફ તિરસ્કારને અભાવ, સચ્ચારિત્ર તરફ અરુચિને અભાવ, એને અષ કહેવામાં આવેલ છે અને સેવનકાર્ય માટે એવી ભૂમિકા તૈયાર કરવાની જરૂરિયાત પર અત્ર ધ્યાન ખેંચવામાં આવ્યું છે. એ જ હકીકતને હકારાત્મક આકારમાં મકીએ તે એમાં ધર્મ કે મોક્ષ તરફ અંતરની રુચિ રહ્યા કરે, ચિત્ત એવા પ્રકારના પ્રસંગો આવી પડે ત્યારે હોંસથી એને ગ્રહુણ કરે એવી ભૂમિકા થવી જોઈએ. આ રીતે મોક્ષ તરફ રુચિ અને ધર્મ, કિયા. ધ્યાન-એકાગ્રતા તરફ આકર્ષણ થાય તેને અષ” ભૂમિકા કહેવામાં આવે છે. આ “અષની ભૂમિકાને સ્વીકાર સર્વ યેગીઓએ એકમતે કર્યો છે.
અખેદ' સેવન-કારણ-ભૂમિકા તૈયાર થઈ હોય કે થતી હોય તેનું ત્રીજું વિશેષણ “અખેદ” છે. આ ભૂમિકામાં શુભ કિયાને અંગે થાક ન લાગવો જોઈએ, એને કંટાળો ન થવો જોઈએ,